રાજકોટ: યુવકે યુવતીને કર્યું પ્રપોઝ, યુવતીએ ના કહેતા યુવકે કરી આઘાતજનક હરકત, જાણો વિગત
જેના જવાબમાં યુવતીએ કહ્યું હતું કે, લગ્નની ના પાડતાં દિનેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી વાળ ખેંચી ત્રણ ચાર ફડાકા ઝીંકી દીધા હતા. બાદમાં જો મારી સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. હેડ કોન્સ.મૂળજીભાઇ સોલંકીએ ધરાર પ્રેમી દિનેશને ઝડપી લઇ ધરાર પ્રેમનું ભૂત ઉતાર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન દિનેશ છેલ્લા ત્રણ વર્ષથી ઘર પાસે આવી યુવતીની પજવણી કરતો હતો. ત્યારે રવિવારે સાંજે યુવતી તેના ઘર પાસે ઊભી હતી ત્યારે ફરી દિનેશ ત્યાં આવીને કહ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, તારી સાથે મારે લગ્ન કરવા છે. જેનો યુવતીએ જવાબ પણ આપ્યો હતો.
રાજકોટ: હાલ ચાલી રહેલા વેલેન્ટાઈન વીક દરમિયાન રવિવારે પ્રપોઝ-ડે ઉપર એક ધરાર પ્રેમીને યુવતીને પ્રપોઝ કરવાનું ભારે પડ્યું હોવાનો બનાવ પોલીસ સ્ટેશને નોંધાયો છે. પોલીસે યુવતીની ફરિયાદ બાદ પ્રેમીને ઝડપી લઈ ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે.
રાજકોટના બેડી ગામે રહેતી યુવતીએ કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા દિનેશ મૂળજી ઉભડિયા નામના શખ્સનું નામ આપ્યું છે. આ ફરિયાદ મુજબ ત્રણ બહેન, એક ભાઈમાં નાની યુવતીના પિતા હયાત ન હોય માતા અને ભાઈ ગુજરાન ચલાવવા કામે જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -