ભાજપના નેતાએ સોનિયા ગાંધી વિશે કરી હતી શું અભદ્ર ટીપ્પણી? કોંગ્રેસીઓએ કઈ રીતે મંગાવી માફી? જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં માફી માંગતા ભંડેરીએ જણાવ્યું હતું કે હું પ્રિયંકા ગાંધીના બદલે સોનિયા ગાંધી બોલ્યો જે મેં તરત જ ભુલ સુધારી લીધી હતી. ૩૫ વર્ષના જાહેર જીવનમાં પહેલી વખત આવું બન્યું છે.
પોરબંદર આવેલા ભંડેરીને કાળા વાવટા દેખાડી કોગ્રેસે વિરોધ કર્યો હતો. ભંડેરીએ કરેલી અભદ્ર ટીપ્પણીને લઇને આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ ભંડેરી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી તેના પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 25 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જોકે, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ માફી માંગી લીધી હતી અને તમામ સભ્યોને પણ ચીમકી આપી હતી કે ભાજપ સભ્યતા અને સંસ્કૃતિમાં માનનારો પક્ષ છે તેથી કોઇ પણ કક્ષાએથી નિમ્ન સ્તરના શબ્દપ્રયોગો ન થાય તેની સૌએ કાળજી રાખવી જોઇએ.
સોનિયા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બાદ કોગ્રેસે આજે ભંડેરીનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધી વિશે ઉચ્ચારેલા શબ્દો બદલ ભંડેરી માફી માંગે તેવી ઉગ્ર માંગ સાથે રાજકોટમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
રાજકોટઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પ્રમુખ ધનસુખ ભંડેરીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી સામે કરેલી અભદ્ર ટીપ્પણી બદલ કોગ્રેસે તેમના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જોકે, ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ માફી માંગી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જસદણના રોડ-રસ્તાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ભંડેરીની જીભ લપસી હતી. ભંડેરીએ જણાવ્યુ હતું કે હવે તો ગાંધી પરિવારમાં દમ નથી. સોનિયાના સારા દિવસો સાથે ભાણીયો આવે તો કામ થાય. ભંડેરી દ્ધારા પ્રિયંકાના બદલે સોનિયાનું નામ બોલાય જતા હાજર સૌ કોઇ આશ્વર્યમાં પડી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -