હાર્દિકના 'ભાજપના ગુંડાઓ દ્વારા હુમલા'ના આક્ષેપનો વિઠ્ઠલ રાદડિયાએ આપ્યો શું જવાબ? જાણો
રાદડિયાએ એમ પણ કહ્યું કે પાસને વિઠ્ઠલ રાદડિયા સામે બોલવાનો હક્ક જ નથી. અમે એટલાં કામો કર્યા છે તેને કોઇ બોલવાનો કોઇ હક્ક જ નથી. ત્યાં જે કંઈ થયું એ અંદરો અંદરની લડાઇ હતી, જેની પોલીસ તપાસ થઇ રહી છે. તેમાં ક્યાં કોઇ ભાજપવાળાના નામ છે જ નહી. ભાજપની કોઈ સંડોવણી જ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકના સાથી લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાનું નામ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે, લલિત તો મારૂં જ નામ દેશે. એ જન્મ્યો ત્યારથી મારું જ નામ લે છે. પહેલાં હું એનો ગુરૂ હતો, હવે હાર્દિક તેનો ગુરૂ બની ગયો છે. આ કેસમાં લલિતનું ફરિયાદમાં નામ છે છતાં પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી.
રાદડિયાએ એવો હુંકાર પણ કર્યો હતો કે, ભાજપ કે વિઠ્ઠલ રાદડિયા આવા બનાવમાં સંડોવાયેલા હોય તો સામે ધોકા લઇ આ રીતે ઉભા રહી શકે તેવી કોઈની તાકાત જ નથી. તેમણે કહ્યું કે આ લડાઇમાં ભાજપનો કોઇ હાથ નથી અને કંઇ પણ થાય એટલે ભાજપના નામ આપી દેવાની આદત થઈ ગઈ છે.
હાર્દિકના આ આક્ષેપના જવાબમાં પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ એક વેબસાઈટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુંડા ભાજપના લોકો નહીં પણ તમે છો, કેમ કે ધોકા લઇ તમે આવ્યા હતા. રાદડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વાતને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી.
રાજકોટ: જેતપુરમાં દેવકી ગાલોળ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) કન્વિનર હાર્દિક પટેલના સમર્થકો અને અન્ય પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. એ દરમિયાન કેટલાક યુવકો ધોકા, પાઇપ લઇ રસ્તા પર ઉતરી ગયા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ભાજપના ગુંડા છે અને તેમણે હુમલો કરાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -