ધોરાજીના મોટી મારડ ખાતે ખેડૂતે પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો
સરકારે આ વખતે સરકારે બજેટમાં ખેડૂતો માટેની સબસિડી વધારી દીધી છે. જેનો લાભ રાજ્યના 14 લાખ ખેડૂતોને મળશે. તેમને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન પર વ્યાજ સહાય મળશે. બજેટમાં રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને 1 ટકાના વ્યાજ દરે સહાય મળશે . જ્યારે પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરો ફરતે તારની વાડ બાંધવા માટે ખેડૂતોને રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લેનાર હરેશભાઈ ડેડાણીયાને બે સંતાન છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી ઉપલેટા ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારે દીકરો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેરોજગાર છે.
ધોરાજીના મોટી મારડમાં ખેડૂતે આર્થિક સંકળામણને કારણે કરેલા આપઘાતને પગલે ગામમાં સરકારની નીતિ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. વાડીમાં રાત્રે આપઘાત કરી લેનાર ખેડૂતના પરીવારજનોને ઘટનાની જાણ થતાં તેના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણવાવ પોલીસે પંચનામુ કરીને પીએમ કરાવ્યું હતું.
ધોરાજી: ગુજરાત સરકારે 21 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું જે ખેડૂતો માટેનું બજેટ હોય તેવું ચિત્ર ઊભું કર્યું. પરંતુ તે જ દિવસે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા અને ખેતી કરતા ખેડૂત હરેશભાઈ રામજીભાઈ ડેડાણીયાએ પાક નિષ્ફળ જતાં અને દેવું વધી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
હરેશભાઈ ડેડાણીયા પાસે ગામમાં 12 વીઘા ખેતર હતું. જ્યારે પિતરાઈ ભાઈ અને સગા ભાઈની મળીને કુદલ 40 વીઘામાં ખેતી કરતાં હતાં. પરંતુ બે વર્ષથી પાક નિષ્ફળ જતો હતો. જેના પગલે તેમના પર દેવું વધી ગયું હતું. આગલા વર્ષે મોટા ભાગે જીરાના પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાલુ વર્ષે તુવેર અને અડદનું વાવેતર કર્યું હતું પરંતુ, તુવેરમાં લાલ થઈ અને પાક મુંડાનો શિકાર બની હતી. જેથી તેને કાઢી નાખીને ધાણાનું વાવેતર કર્યું હતું. પરંતુ પાક નહીંવત થયો હતો અને બજારમાં ખૂબ નીચો ભાવ મળ્યો હતો. જેના પગલે દેવું વધી ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -