રાજકોટ હાઇવે પર ત્રિપલ અકસ્માત, એક લેડી કૉન્સ્ટેબલ સહિત ચાર લોકોના મોત- બે ગંભીર
ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સ્થળ પરથી જાણવા મળતી વિગત પ્રમાણે ટ્રકચાલકે તેની કેબિન બહાર ટીંગાઇને બૂમો પાડી રહ્યો હતો કે, દૂર હટો દૂર હટો, બ્રેક ફેઇલ છે. પરંતુ ભરબજારે આવું થતા અનેકને અડફેટે લીધા હતા. ઇકો કારમાં આઠ લોકો સવાર હોવાનું જાણવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત રાણીંગપર ગામના રસિલાબેન બાબુભાઇ ચોપાણી (ઉ.28) અને પીપળીયા છોળા ગામના એકતા ગોરધનભાઇ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતી મૈત્રી અશ્વિનભાઇ જોશી (ઉ.26) નું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું.
સરધાર પાસે ઓટો રિક્ષા, કાર અને એક ટ્રક વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના શરીરના કટકા થઇ ગયા હતા. તેમજ શરીરમાંથી માસના લોચા બહાર નીકળી રસ્તા વચ્ચે પડ્યા હતા. જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટઃ રાજકોટમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયાના સમાચાર છે. મૃતકોમાં એક લેડી કૉન્સ્ટેબલ પણ સામેલ છે. માહિતી પ્રમાણે ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામના બસસ્ટેન્ડમાં કાર, રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. જેને લઇને ત્યાં લોકોને ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.
ઘટનાને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસ પણ દોડી આવી 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. રસ્તા વચ્ચે જ મૃતકોના શરીરના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા.
માહિતી પ્રમાણે, રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલા સરધાર ગામ નજીક બપોરે લોખંડથી ભરેલા ટ્રકની બ્રેક ફેઇલ થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં જસદણ લગ્નપ્રસંગમાં જઇ રહેલા મીનાબેન ભૂપતભાઇ નિરંજન (ઉ.40) કે જેઓ રૂરલ એસપી કચેરીના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા,
- - - - - - - - - Advertisement - - - - - - - - -