રાજકોટ: નવરાત્રિમાં માસૂમ બાળકનું હ્રદય બંધ થતાં માતા-પિતા સામે જ મોત
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ ઝાલા, મદદનીશ હિતેષભાઇ જોગડા તપાસ માટે પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યા મુજબ, દ્વિજને હૃદયમાં છિદ્ર હોવાથી તેને પેસમેકર બેસાડવામાં આવ્યું હતું અને તે વધુ શ્રમ કરે તેની પૂરી કાળજી લેવાતી હતી. દ્વિજ ધોરણ-1 માં અભ્યાસ કરતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 વર્ષનો મોટો પુત્ર દ્વિજ બુધવારે રાતે એપાર્ટમેન્ટમાં યોજાયેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં ગરબે રમવા ગયો હતો. માતા-પિતા પણ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે દ્વિજના માતા-પિતા પણ રાસ-ગરબા જોવા બેઠા હતા. ગરબા લઇ રહેલો દ્વિજ અચાનક બેભાન થઇને ઢળી પડતા તેને હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.
રાજકોટના નાનામવા નજીક શાસ્ત્રીનગર પાછળ અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવવાનું કારખાનું ધરાવતા હાર્દિકભાઇ સીતાપરાને સંતાનમાં બે પુત્ર છે. એક પુત્ર 3 માસનો છે.
રાજકોટ: મા આદ્યશક્તિની આરાધનાના પર્વમાં યોજાયેલા રાસ-ગરબામાં ગરબા રમી રહેલા 6 વર્ષના માસૂમ બાળકનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હતું. પુત્રના મૃત્યુથી પરિવારજનો ભાંગી પડ્યા હતાં. નવરાત્રીના આનંદના પર્વમાં સર્જાયેલી કરુણાંતિકાથી એપાર્ટમેન્ટના રહેવાસીઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા. હતભાગી બાળકને હૃદયમાં કાણું હોવાથી પેસમેકર મુકાયેલું હતું. ગરબે રમવાના કારણે વધુ પડતાં શ્રમથી પેસમેકર બંધ થતાં કરુણાંતિકા સર્જાઇ હોવાનું તારણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -