રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષમાંથી કેમ આપી દીધું રાજીનામું, જાણો વિગત
નીતિન રામાણીએ જણાવ્યું હતું કે, નીતિ, નેતા અને નિયત વિહોણી કોંગ્રેસથી કાર્યકરોથી લઈ મતદારો પણ નારાજ છે. કોંગ્રેસની જૂથબંધીને લઈ ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યો પણ પૂરા કરી શક્યા નથી. વિકાસના કાર્યોની ઉપર રજૂઆત કરી હંમેશા નકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. આ રીતે લોક પ્રેશ્નોની વાચા આપી શકું તેવું લાગતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીને ગયા અઠવાડિયે જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે રાજીનામું આપવા શહેર પ્રમુખે આદેશ આપ્યો હતો. જો રાજીનામું નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. જોકે સભ્યની બદલે રામાણી હાલ કોંગ્રેસ સાથે જ છેડો ફાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વ્હિપ હોવા છતાં હાજર ન રહેતા અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી. થોડા સમય પહેલા નીતિન રામાણીના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં હોવા છતાં ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા કોર્પોરેટરે ભાજપામાં જવાનું મન બનાવી લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજકોટ: રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 13ના બાગી કોર્પોરેટર નીતિન રામાણીએ રાજીનામું આપી દીધું છે. તે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે હાલ તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી અને કહ્યું હતું કે, સમય આવ્યે જોયું જશે તેવી વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -