કોંગ્રેસના કયા ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાના અધિકારી સામે કરી દાદાગીરી, જાણો વિગત
સરકારે કરોડોના ખર્ચે ધોરાજી, કુતિયાણા અને માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણી માટે ભાદર-2 જૂથ યોજના બનાવી હતી. પરંતુ જેતપુર વિસ્તારમાં આવેલ ડાઈંગ પ્રિન્ટિંગનાં ઓદ્યોગિક એકમો દ્વારા કેમીકલયુક્ત પાણી પ્રોસેસ હાઉસમાં ટ્રીટમેન્ટ કરવાને બદલે સીધુ ભાદર નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે વિશાળ જળરાશી ધરાવતા ભાદર-2 અને ભાદર નદીનું પાણી પીવાના કે વાપરવાના કામમાં લઈ શકાતું નથી.
થોડા દિવસો પહેલા આ બાબતે જાણ કરી હતી અને જો આ અંગે નિરાકરણ નહીં લેવાય તો આગામી 1 ઓગસ્ટના રોજ ભાદર નદીમાં જળસમાધિ લઈશ તેવી ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કલેક્ટરને લેખિતમાં ચિમકી ઉચ્ચારી હતી.
ધોરાજી તાલુકાના ગામોને પીવાનું પાણી પૂરું પડતો ભાદર-2 ડેમ પ્રદૂષિત બન્યો છે. જે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે પણ આ તાલુકાના લોકોએ આ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પીવાનો ઈન્કાર કર્યો હતો.
જેતપુર: ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં જેતપુરનું કેમિકલયુક્ત પાણી બાબતે તેના સમર્થકો સાથે જેતપુર પ્રાંત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે પ્રદૂષણ અધિકારીને કહ્યું હતું કે, ‘હવે જ્યારે નદીમાં કેમિકલયુક્ત પાણી આવ્યું તો અમારી સાથે તમારું પણ આરોગ્ય બગડશે અને તમને કોઈ બચાવી પણ નહીં શકે’, આવા શબ્દો કહીને અધિકારી સામે દાદાગીરી કરી હતી.