જસદણની પેટાચૂંટણી પહેલાં મંત્રી કુંવરજી બાવળિયાને શું લાગ્યો મોટો આંચકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2018 12:24 PM (IST)
1
જસદણ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજીભાઈને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દયાબેન તલસાણીયાની 400 મતે જીત થઈ છે.
2
ચૂંટણીના પરિણામો દરમિયાન સૌથી મોટા આંચકારૂપ સમાચાર જસદણ તાલુકાના આવ્યા છે. જસદણના કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાયા છે. જોકે, તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ છે.
3
ગાંધીનગરઃ પાલિકા અને પંચાયતોની ખાલી પડેલી 46 બેઠકો માટે સોમવારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકામાં 52.69 ટકા, જિલ્લા પંચાયતમાં 45.87 ટકા અને તાલુકા પંચાયતમાં 56.48 ટકા મતદાન થયું હતું. તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.