ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા પર હુમલો કરનાર કોન્સ્ટેબલના શું થયા હાલ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓ પાસેથી રિવાબા જાડેજાના નંબર મેળવવામાં આવ્યા હતા. સાથો સાથ સમગ્ર બનાવની વિગતો મેળવીને ઘટના પર દુ:ખ પણ વ્યક્ત કરવામાં આવ્યાનું ધારાસભ્ય હકુભાએ જણાવ્યું હતું.
જામનગરમાં ક્રિકેટરના પત્ની પર નિર્લજ્જ હુમલા પ્રકરણના છેક દેશના પાટનગર દિલ્હી સુધી ઘેરા પડઘા પડ્યા હતાં. આ બનાવના પગલે જામનગરના ભાજપના સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને વડાપ્રધાન કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટરના પત્ની પર સરાજાહેર પોલીસ કર્મી દ્વારા નિર્લજ્જ હુમલાના પ્રકરણના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી તેમજ રાજ્યના પોલીસ વડાએ પણ સમગ્ર ઘટનાની નિંદા કરીને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવના પગલે સીટી બી પોલીસે પણ ત્વરીત હરકતમાં આવીને આરોપી પોલીસ કર્મીને દબોચી લઈ પોલીસ મથકે લઈ જવાયો હતો. આ બનાવ અંગે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં એસપી પ્રદિપ શેજુળે નિંદનીય ગણાવીને આરોપી પો.કો.ને તાકીદે પેન્ડીંગ ઈન્કવાયરીએ સસ્પેન્ડ કરીને કડક ખાતાકીય પગલાંના નિર્દેશ આપ્યા હતા. મહિલા સાથે દુર્વ્યવહારનો બનાવ જ નિંદનીય હોય છે અને જ્યારે પોલીસ કર્મી દ્વારા આવા હુમલાના બનાવને આધાતજનક ગણાવ્યો હતો.
અકસ્માત બાદ બોલાચાલી કરી બાઇક સવાર સીટી સી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજય ખીમાભાઇ કરંગીયાએ ઉશ્કેરાઇને કારની અંદર રહેલા રિવાબા જાડેજા સાથે અભદ્ર વાણી વિલાસ કરીને ઝાપટો મારીને વાળ પકડીને બે-ત્રણ વખત ગાડીના કાચ સાથે માથુ અથડાવીને ઈજા કરીને હાથ ગરદન-છાતી પાસે નાખીને નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. આ બનાવથી હતપ્રત રિવાબા જાડેજા તુરંત એસપી કચેરીએ દોડી ગયા હતા જ્યાં તેઓને ખાનગી તબીબ દ્વારા સારવાર પણ આપવામાં આવી હતી.
બીજી તરફ સરાજાહેર મહિલા સાથે દુર્વ્યવહારના બનાવના પીએમઓ કાર્યાલય સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં. જામનગરના શરૂ સેક્શન રોડ પરથી સોમવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના આધારભુત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પોતાના પરિવારજનો સાથે બીએમડબલ્યુ કારમાં પોલીસ હેડ ક્વાર્ટરના ગેઈટ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે હેડ ક્વાર્ટરના ગેઈટ સામે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જામનગર: જામનગરના ફેમસ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની પર સોમવારે મોડી સાંજે કાર સાથે બાઈક અથડાવવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કર્મીએ વાળ પકડીને માથું ગાડી સાથે અથડાવીને નિર્લજ્જ હુમલો કર્યાના બનાવમાં પોલીસે આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા તેને ફરજ મોકુફ કરીને કડક ખાતાકીય કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. જેમાં હુમલો કરનાર કોન્સેટબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -