દિયર-ભાભીએ એકસાથે અગ્નિસ્નાન કરતાં રાજકોટમાં ચકચાર, શું ચાલી રહી છે ચર્ચા?
કુવાડવા રોડ પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા કારણભુત હોવાનું જણાય છે. છગન અને તેના ભાભી વિજ્યાબેનને એક નહીં થઇ શકાય તેવું લાગતાં બંનેએ સાથે મરવાનું નક્કી કરી આ પગલું ભર્યાનું જણાય છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. બનાવથી ભીમરાવનગરમાં અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછગનના માતા અમરતબેન અને હસમુખના માતા મોંઘીબેન સગી બહેનો છે. હસમુખના લગ્ન ભીચરીની વિજ્યા (વિજુ) સાથે બાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્રો છે. હસમુખના કહેવા મુજબ મેં છગનને સગા ભાઇ કરતાં પણ વિશેષ સારી રીતે રાખ્યો હતો. તેના અને મારી પત્ની વચ્ચે શું હશે કંઇ હશે કે કેમ? તેનો અમને કદી વિચાર પણ આવ્યો નહોતો. પણ અત્યારે તો મારા બે દિકરા મા વગરના થઇ ગયા છે.
આપઘાત કરનાર છગન ત્રણ ભાઇમાં મોટો અને કુંવારો હતો. છગનના મૃતદેહને અંતિમવિધી માટે મૂળ વતન જામનગરના લાખાબાવળ ખાતે લઇ જવાયો છે. છગન વર્ષોથી બે ભાઇઓ અને માતા અમરતબેન સાથે રાજકોટ રહેતો હતો અને જામનગર રોડ સાંઢીયા પુલ પાસે ધોબીની દૂકાનમાં કામ કરતો હતો. તેના ઘરની સામે જ તેનો માસીયાઇ ભાઇ હસમુખ (કાળુ) સોંદરવા રહે છે.
આજે સવારે પોલીસ મથકમાં યુવક અને પરિણીતા ગૂમ થયાની નોંધ કરાવાઇ હોઇ પોલીસે જાણ કરનાર પ્રદ્યુમનપાર્ક પાસે ભીમરાવનગર-૨માં રહેતાં અમરતબેન ભીખાભાઇ વાઘેલા અને હસમુખ માવજીભાઇ સોંદરવાને બોલાવતાં અમરતબેને મૃતદેહ પોતાના પુત્ર છગન ભીખાભાઇ વાઘેલા (ઉ.૨૫)નો હોવાનું અને હસમુખ ઉર્ફ કાળુ માવજીભાઇ સોંદરવાએ મહિલાનો મૃતદેહ પત્ની વિજ્યા (વિજુ) હોવાનું ઓળખી બતાવ્યું હતું.
ગઈ કાલે રાત્રીના દસેક વાગ્યા આસપાસ ગવરીદળ આઇઓસી નજીક રાજકોટ-મોરબી હાઇવે પર નંદ ગૌશાળાના રસ્તા પાસે અચાનક ભડકો થતાં ગવરીદળના સરપંચ અમિતભાઇ ચાવડા ત્યાંથી નીકળતાં ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ 108 પહોંચે તે પહેલાં બંનેના મોત નિપજ્યા હોઇ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી ઓળખ મેળવવા તજવીજ કરી હતી.
ગઈ કાલે રાતે સવા દસેક વાગ્યા આસપાસ માર્કેટ યાર્ડ નજીક પ્રદ્યુમનપાર્ક સામે ભીમરાવનગર-૨માં રહેતો છગન ભીખાભાઇ વાઘેલા (ઉ.૨૫) અને તેની જ ભાભી વિજ્યાબેન (વિજુબેન) હસમુખ સોંદરવા (ઉ.૨૮)એ સંભવતઃ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા મળતા ભાગી જઇ સજોડે મોત મેળવી લીધાનું પોલીસનું માનવું છે. ગઇકાલે સવારે બંને ગૂમ થતાં પોલીસને જાણ કરાઇ હતી. તેને આધારે જ બંનેની ઓળખ શક્ય બની હતી.
રાજકોટઃ શહેરના ગવરીદળ આઇઓસી નજીક મોરબી-રાજકોટ હાઇવે પર નંદની ગૌશાળા પાસે ગઈ કાલે રાતે દિયર અને ભાભીએ અગ્નિસ્નાન કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. દિયર અને ભાભીએ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતાં મળતા આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. ગઈ કાલે બંને ગુમ થતાં પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેને આધારે આ યુગલની ઓળખ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -