ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરાં પર આરોગ્ય વિભાગના દરોડા, મળ્યા વાસી શાકભાજી
રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરાં જડ્ડુસ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, કાલાવાડ રોડ પર આવેલી જાડેજાની રેસ્ટોરાંમાંથી વાસી ચીજવસ્તુઓ મળી આવી હતી. ગ્રાહકોને પિરસવામાં આવતી આ વાસી વસ્તુઓ ફ્રિજમાં ભરીને રાખવામાં આવી હતી. આ ઉપરાંત, જે શાકભાજી હતા તે પણ બગડેલા હોવાનું બહાર આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત, વાસી શાકભાજી, ફ્રિજમાં રખાયેલી અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કેટલીક બેકરી આઈટમને તો ફુગ ચઢી ગઈ હોવાનું પણ હેલ્થ વિભાગની ટીમને જોવા મળ્યું હતું.
રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરાંમાં યોગ્ય સફાઈ ન હોવાનું નજરે પડતાં તે અંગે પણ નોટિસ ફટકારવામાં આવી હતી.
કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે અહીં ઘણી વસ્તુઓ રાંધીને ફ્રિજમાં મૂકી રાખી હોવાનું ધ્યાને આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, રેસ્ટોરાંના ફ્રિજમાંથી મન્ચ્યુરિયન, પાસ્તા, નૂડલ્સ જેવી વસ્તુઓ ફ્રિજમાં લાંબા સમયથી મૂકી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, રાઈસ, બોઈલ બટાકા અને દાળફ્રાય પણ ફ્રિજમાં બિનઆરોગ્યપ્રદ રીતે સંગ્રહી રાખવમાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જાડેજાની રેસ્ટોરાં તેમના બહેન નયનાબા જાડેજા સંભાળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -