આ ગુજરાતી ક્રિકેટરના ઘરે થયો ‘લક્ષ્મીજી’નો જન્મ
ઉલ્લેખનીય છે કે, 30 વર્ષીય પૂજારાએ 2013માં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા હતા અને આ તેમનું પ્રથમ સંતાન છે. પુત્રીના આગમનથી પૂજારા પરિવાર સહિત તેના ફેન્સ ખુબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાએ ગુરુવારે સાંજે દીકરીને જન્મ આપ્યો. કહેવાય છે કે ચેતેશ્વર હાલમાં દિલ્હીમાં વિજય હજારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે. તેને દીકરીના જન્મના સમાચાર મોડેથી આપવામાં આવ્યા હતા. તે સેમીફાઈનલ મેચ રમ્યા બાદ તરત જ દીકરીનો ચહેરો જોવા માટે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા.
પૂજારા રાજકોટ આવી માતા-પુત્રીને મળીને ફરી પાછો દિલ્હી જશે. સૌરાષ્ટ્રની ટીમ વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે જેથી તેને ટીમ સાથે જોડાવું પડશે. માતા-પુત્રી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -