રાજકોટઃ સરકારી નોકરી કરતી યુવતીને સાથી યુવતી સાથે બંધાયા સજાતીય સંબંધ, બંનેએ શું કર્યું?
વાંકાનેરઃ વાંકાનેરમાં ઓપરેટર તરીકે નોકરી કરતી યુવતી સહકર્મી યુવતી સાથે સજાતીય સંબંધ બંધાતા ઘરેથી બંને ભાગી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. બંનેના પરિવારને તેમના સજાતીય સંબંધની જાણ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ બાબતે બંનેના વાલીઓએ દીકરીઓ ગુમ થઈ હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા અગાઉ કરેલા પ્લાનિંગ પ્રમાણે માનસી સાથે ભાગી નીકળી હતી. માનસીને તેના ભાઈએ પ્રિયા સાથે જતાં જોઇ હતી. આ પછી પાંચ દિવસ થવા છતાં તેમનો કોઈ પતો લાગ્યો નથી. હાલ બંનેના રિલેશનને લઈને વાંકાનેરમાં ભારે ચર્ચા જાગી છે.
પ્રિયા માતાના નિધનથી ખુબ દુઃખી હતી અને એકલી રહી શકતી ન હોવાથી તેનો ભાઈ વાંકાનેર રહેવા આવી ગયો હતો. બીજી તરફ પ્રિયા અને માનસી પર પરિવાર તરફથી લગ્ન માટે દબાણ થઈ રહ્યું હતું. બંને એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી ગત 17મી ફેબ્રુઆરીએ પ્રિયા પોતાનું એક્ટિવા અને બીજા આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈ ઘરેથી નીકળી ગઈ હતી.
દરમિયાન પ્રિયાના માતાનું નિધન થતાં માનસી તેને સાંત્વના આપતી હતી અને તેને એકલું ન લાગે તે માટે પોતાના ઘરે સૂવા માટે બોલાવતી હતી. આ સમય દરમિયાન બંને વચ્ચે સજાતીય સંબંધો વધુ વિકસ્યા હોવાની ચર્ચા થાય છે.
પ્રિયાએ મામલતદાર કચેરીમાંથી ઓપરેટર તરીકેની જોબ છોડી સીટી સર્વેમાં જોબ શરૂ કરી. જોકે, પ્રિયા અને માનસી વચ્ચે રિલેશનશીપ બરકરાર રહી, એટલું જ નહીં, તેમની વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. બન્ને એકબીજાના ઘરે આવવા જવા લાગી હતી. બંને મોબાઇલ પર પણ મોડે સુધી ચેટિંગ કરતા હતા. બંને ઘણીવાર સાથે રાજકોટ ખરીદી માટે પણ આવતાં હતાં.
બીજી તરફ અન્ય એક 19 વર્ષીય માનસી(નામ બદલ્યું છે) પરિવારને મદદરૂપ થવા કોલેજના ત્રીજા વર્ષમાં હોવાં છતાં પ્રિયા જ્યાં નોકરી કરતી હતી, ત્યાં જ ઓપરેટર તરીકે નોકરી કરવા આવી હતી. સાથે નોકરી કરતાં હોવાથી બંને ફ્રેન્ડ બની ગઈ હતી. બંનેની ફ્રેન્ડશિપ એટલી આગળ વધી ગઈ હતી કે બંનેને એકબીજા વગર ચાલતું નહોતું.
આ અંગેની વિગતો એવી છે કે, વાંકાનેરમાં રહેતી અને એમકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી 23 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) નાનપણથી જ પુરુષો જેવા વસ્ત્રો પહેરતી હતી અને ફોરવર્ડ વિચાર ધરપતી હતી. તેણે અભ્યાસ પછી વાંકાનેર મામલતદાર કચેરીમાં પ્રથમ ઓપરેટરની નોકરી શરૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -