રાજકોટમાં દલિત મહિલાએ ખુદને ચાંપી આગ, નિંદ્રાધીન સાસુ-સસરા-બે પુત્રીને પણ સળગાવી
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ તેણીના લગ્ન ચૌદ વર્ષ પહેલા થયા હતાં. પતિ રાજેશ મેરૂભાઇ પરમાર ઓરબીટ બેરીંગ નામના કારખાનામાં કામ કરે છે. ભાવનાના માવતર સુરેન્દ્રનગર રહે છે. તેના પિતાનું નામ જીવણભાઇ ખીમજીભાઇ રાઠોડ અને માતાનું નામ પુરીબેન છે. પોલીસે માવતરને જાણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનંદુબેને વધુમાં કહ્યું હતું કે પુત્રવધૂ ભાવનાને ચારેક વર્ષથી માનસિક બિમારી છે અને દોઢેક વર્ષથી ડો. નાગેચાની દવા પણ ચાલુ છે. માનસિક બિમારી હોઇ ભાવના ગમે ત્યારે ગુસ્સે થઇ જતી અને ગાંડા કાઢવા માંડતી હતી. આ બિમારીથી કંટાળીને તેણે પોતાના શરીરે કેરોસીન છાંટી અમે સુતા હોઇ અમારા ગોદડા ઉપર પણ છાંટી દિવાસળી ચાંપી હતી અને બાદમાં પોતે પણ સળગી ગઇ હતી.
નંદુબેને જણાવ્યું હતું કે પોતે, પતિ મેરૂભાઇ રાણાભાઇ પરમાર તથા બે પૌત્રીઓ જ્યોતિ અને નિકીતા પોતાના રૂમમાં સવારે સુતા હતાં ત્યારે આશરે 6 વાગ્યે બધાએ ઓઢેલા ગોદડા એકાએક સળગતાં તાપ લાગતાં જાગી ગયા હતાં. જાગીને જોતાં પુત્રવધૂ ભાવના સળગતી જોવા મળી હતી. તેણે પોતાના શરીરે કેરોસીન રેડી બાદમાં અમારા ચારેયના ગોદડા પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. અમે દેકારો મચાવતાં બીજા રૂમમાં સુતલો ભાવનાનો પતિ રાજેશ તથા મારો નાનો દિકરો હસમુખ સહિત દોડી આવ્યા હતાં. મારા પતિ મેરૂભાઇ દૂર સુતા હોઇ તે માત્ર મોઢા પર સ્હેજ દાઝયા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ભીમનગર-૮માં રહેતાં નંદુબેન મેરૂભાઇ પરમાર (વણકર) (ઉ.૫૫), તેમની પુત્રવધૂ ભાવના રાજેશ પરમાર (ઉ.૩૦), પૌત્રીઓ જ્યોતિ રાજેશ પરમાર (ઉ.૧૧) અને નિકીતા રાજેશ પરમાર (ઉ.૯)ને દાઝી ગયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાની જાણ લેવા પહોંચી હતી.
રાજકોટ: રાજકોટના નાના મવા રોડ પર ભીમનગરમાં વહેલી સવારે છ વાગ્યાના સુમારે દલિત મહિલાએ પોતાના શરીરે કેરોસીન રેડ્યા બાદ બીજા રૂમમાં ઉંઘી રહેલા સાસુ-સસરા અને પોતાની બે પુત્રીઓ પર પણ કેરોસીન છાંટી આગ ચાંપ્યા બાદ પોતે સળગી જતાં પાંચેય દાઝી ગયા હતાં. ઘટનાની જાણ થતાં પડોશીઓ જાગી જતાં આગ બુઝાવી તમામ દાઝેલાને હોસ્પિટલે ખસેડ્યા હતાં. આ ઘટનામાં આગ લગાવીને સળગી જનાર મહિલાનું મોત નિપજ્યું હતું. તેના સાસુ અને બે પુત્રીઓને દાખલ કરવામાં આવ્યા હતાં. માનસિક બિમારીથી કંટાળી જઇને તેણીએ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -