રાજકોટઃ લિવ ઈન રીલેશનમાં રહેતા વૃધ્ધને કોણે અને કેમ આપી પતાવી દેવાની ધમકી ? જાણો વિગત
આ ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી છે. એ-ડિવીઝનના એએસઆઇ અરવિંદભાઇ મકવાણાએ વિનયકાંતભાઇ હિરાણીની ફરિયાદ પરથી અલ્કાપુરીમાં રહેતાં તેના પુત્ર કોસ્તુભ વિનયકાંત હિરાણી, તેમના પત્નિ રેખાબેન હિરાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી 506 (2), 384, 114 મુજબ ગુનો નોંધ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ધમકી આપી ચારેય જતાં રહ્યા હતાં. અલકાપુરીના મકાનમાં કૌસ્તુભ, તેમનાં પત્નિ રેખાબેન તથા મોટો પુત્ર ઋત્વીજ રહે છે. આ મકાન પોતાના નામે કરાવી લેવા અવાર-નવાર ધમકીઓ અપાય છે અને દસ લાખ રોકડા માંગી હેરાન કરવામાં આવે છે તેવી ફરિયાદ તેમણે કરી છે.
કૌસ્તુભે તેમને કહ્યું કે, મને મારા મમ્મી રેખાબેને મોકલ્યો છે અને અલકાપુરીના મકાનનો દસ્તાવેજ અમારા નામે કરી દે, નહિતર મારી નાંખવો છે. અથવા તો દસ લાખ રોકડા આપી દે. કૌસ્તુભે આ બધું કહીને પિતાને ગાળો આપી હતી તેમજ તેમજ ઘરેલુ હિંસાના ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી.
વિનયકાંતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે નિવૃત છે અને પત્નિ-સંતાનો સાથે અણબનાવ ચાલતો હોવાથી વર્ષોથી અલગ લિવ ઇન રિલેશનશીપમાં બીજે ઠેકાણે રહે છે. 21 મેના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે તે ઘરે હતાં ત્યારે નાનો પુત્ર કોસ્તુભ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ આવી બૂમાબૂમ કરી દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં.
વિનયકાંત લાલજીભાઇ હિરાણી (ઉ.71) નામના આ વાળંદ વૃધ્ધને તેના પુત્ર, પત્નિ અને ત્રણ અજાણ્યા શખ્સોએ અલ્કાપુરીનું મકાન પોતાના નામે કરી આપવાનું અથવા ૧૦ લાખ રોકડા આપી દેવાનું કહી બળજબરીથી પૈસા કઢાવવા ડખ્ખો કરી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
રાજકોટઃ રૈયા રોડ પર અલકાપુરી વિભાગ 6માં મકાન ધરાવતાં અને વર્ષોથી પત્નિ-સંતાનોથી અલગ થઈને લિવ ઇન રિલેશનશીપથી રહેતાં વૃધ્ધને ધમકી મળતાં ચકચાર મચી ગઇ છે. આ ધમકી તેમના પરિવારનાં લોકોએ જ આપી છે અને મકાન પોતાના નામે કરી દેવા કે 10 લાખ રૂપિયા રોકડા આપવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -