રાજકોટમાં ભાજપના નેતાની લિકર પરમિટ પર બીયર ખરીદીને વેચતો બુટલેગર ઝડપાયો. જાણો કોણ છે આ નેતા?
પોલીસે અશોકની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે અશોકે બિયરના ટીન પોતાની પરમીટના આધારે નહીં પરંતુ રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના સસરા અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયાની પરમિટ પર ખરીદ્યા હતા.
રાજકોટ: થોરાળા પોલીસે રવિવારે કુખ્યાત બુટલેટર અશોક ચાવડાની 24 બિયરના ટીન સાથે ધરપકડ કરી હતી. પોલીસે અશોકની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને આ બિયરના ટીન શહેરની એક જાણીતી વાઈનશોપમાંથી પરમીટના આધારે ખરીદ્યા હતા.
કુખ્યાત બુટલેગર અશોકે પૂર્વ ધારાસભ્યની પરમીટના આધારે બીયર ખરીદ્યાની કબૂલાત આપતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ આવી ગયો હતો. પોલીસે આરોપીના કબૂલાતનામા પછી ટીન પર લગાડવામાં આવેલા બારકોટ નંબરના આધારે વાઈનશોપની તપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી અશોક પોલીસ ચોપડે અનેક વખત દારૂની ખેપ મારતા નોંધાઈ ચૂક્યા છે. પોલીસ કુખ્યાત બુટલેટર અશોક ચાવડાની આ કેસમાં વધુ પૂછપરછ કરી શકે છે.