મોરબીઃ નરાધમ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યો બળાત્કાર, ચારે તરફથી ફિટકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2017 04:16 PM (IST)
1
આજે સગીરાની માતા ઘરે આવતાં દીકરીએ માતાને વાત કરતાં તેમણે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો અને બળાત્કારના ગુના હેઠળ આધએડની ધરપકડ કરી છે. ત્યારે સગા બાપની આ હરકતને કારણે સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.
2
મૂળ મોડાસાના અને હાલમાં મોરબીમાં વિજ કંપનીમાં ફરજ બજાવતા 40 વર્ષીય આદિવાસી આધેડે બે નાના ભાઈઓ ઘરમાં સૂતા હતા, ત્યારે સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ બન્યો ત્યારે આધેડની પત્ની મોટી દીકરી સાથે કામથી બહારગામ ગઈ હતી.
3
મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડે પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે રાતે પત્ની મોટી દીકરી સાથે કામથી બહાર ગઈ હોય, રાત્રે એકલતાના લાભ લઈને પિતાએ આ કુકર્મ આચર્યું હતું.