હાર્દિકને બેફામ ગાળો આપતી પોતાની ઓડિયો ક્લિપ અંગે રાદડિયાએ શું કર્યો ખુલાસો? ફોન કરનારે શું કહ્યું? જાણો વિગત
ઓડિયો ક્લિપ મુજબ વિઠ્ઠલભાઇએ કહ્યું હતું કે, મને નહીં ફોન કરવાનો, જાવ ને જેતપુર દેખાવો કરવા. તેમણે કહ્યું કે તમે મારી ભેગા છો છતાં મારી સામે બાંયો ચડાવો છો. મારી સામે વિરોધ કરવાનો જેતપુરમાં, તમારે બેય બાજુથી લાભ લેવાના, ગાળો દેવાની. તેમણે હાર્દિક ક્યાં બાપનો દીકરો છે તેમ કહી તેને ગાળો દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખૂંટનો દાવો છે કે, મેં વિઠ્ઠલભાઈને ફોન કરી વિનંતી કરી તો તેમણે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. દૂધ મંડળીમાં 300 પાટીદારો દૂધ ભરાવે છે તેમને મંડળી બંધ થતાં ભારે અસર થઈ છે. તેણે આક્ષેપ કર્યો કે, રાદડિયા પાટીદાર આંદોલન તોડવા સત્તાનો દુરુપયોગ કરી પાટીદારોના પેટ પર પાટુ મારનારા નેતા છે.
આ અંગે આ અંગે મહેશ ખુંટે જણાવ્યું હતું કે, હું ગોંડલ તાલુકા પાસનો કન્વીનર છું. હું હાર્દિક પટેલ સાથે જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે સંતશ્રી ભોજલરામ બાપાના દર્શન કરવા માટે ગયો હતો. તેથી ભાજપના સાસંદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ મારા ગામ વાછરાની દુધ મંડળી બંધ કરાવી દીધી છે.
તેમણે એવો દાવો પણ કર્યો કે, કોઈ અન્ય વ્યક્તિઓએ કરેલી ગાળા-ગાળાની ઓડિયો ક્લિપ મારા નામે ચડાવી દેવાઈ છે. ઓડિયો ક્લિપ મુજબ વાછરા ગામના મહેશ ખુંટે દૂધની ડેરી બંધ થઇ ગઇ હોવાથી રાદડિયાને ફોન કર્યો ત્યારે વિઠ્ઠલ રાદડિયાએ તેને હાર્દિકની સભામાં જવા બદલ ઝાટકીને હાર્દિકને ગાળો આપી હતી.
રાજકોટ:પોરબંદરના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને ગોંડલ તાલુકાના વાછરા ગામના મહેશ ખૂંટે ફોન કર્યો ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને બેફામ ગાળો ભાંડી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ક્લિપે પાટીદારો અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
વિઠ્ઠલભાઈનો દાવો છે કે, મહેશ નામની વ્યક્તિની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં મારો અવાજ નથી. મારે દરરોજ સંખ્યાબંધ લોકો સાથે વાતચીત થાય છે પણ મેં કોઈની સાથે ગાળાગાળી કરી હોય તેવું યાદ નથી. હું રાજકીય ક્ષેત્રે નામના ધરાવું છું તેથી કેટલાક લોકો મને બદનામ કરવા માટે ષડયંત્ર કરી રહ્યા છે.
આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, સાંસદ કક્ષાની વ્યક્તિને આ પ્રકારનું વર્તન શોભા આપતું નથી. બીજી તરફ વિઠ્ઠલભાઇએ મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી છે કે, ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી અને કોઈની સાથે ગાળાગાળી કરી હોય તો મને યાદ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -