રાજકોટના વેપારીનો પુત્ર-પુત્રી સાથે ન્યારી ડેમ-2માં ઝંપલાવી આપઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2016 07:21 AM (IST)
1
2
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ કિરણભાઈએ આપઘાત કરવાના ઈરાદા અંગે પોતાના ભાઈને ફોન કરી જાણ કરી હોવાનું અને આપઘાત કરવા માટે ગૃહ કલેશ હોવાનું માનવામાં આવી રહયું છે. આપઘાતની આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો અરવિંદભાઈ છનિયારા અને રમેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી ડેડ બોડી બહાર કાઠી હતી.
3
રાજકોટઃ ભક્તિનગર સર્કલ નજીક ગીતામંદિર પાસે આવેલ મયૂરપાર્કમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વાસ્તુના વેપારી કિરણભાઈ વસંતભાઈ સેજપાલ (42 વર્ષ )પોતાના 6 વર્ષના પુત્ર ધ્રુવિલ અને 4 વર્ષની પુત્રી નિષ્ઠા સાથે પડધરી ન્યારી ડેમ-2માં ઝંપલાવી સામુહિક આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.