✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ પ્રેમલગ્ન પછી પત્નીએ સેક્સ સંબંધનો ઇનકાર કરતાં પતિએ કરી નાંખી હત્યા, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2016 12:29 PM (IST)
1

રાજકોટ: ગઈ કાલે રાતે હજુ ચાર મહિના પહેલા જ લવ મેરેજ કરનાર યુવકે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્ની ભાવનાએ પતિ સાથે શારીરિક સંબંધ રાખવાનો ઇનકાર કર્યા પછી પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને સૂતેલી પત્નીને ગળું દબાણીને મારી નાંકી હતી. આ પછી જાતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી હતી.

2

ભાવના મરી ગઈ છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુનિલ થોડીવાર ત્યાં જ બેસી રહ્યો હતો. મોતની ખાતરી થયા પછી સુનિલ પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસને તેણએ કહ્યું હતું કે, હત્યા કર્યાનો મને કોઇ જ અફસોસ નથી. નોંધનીય છે કે, સુનિલ પરમારને ભાવના સાથે પ્રેમ થઈ જતાં આજથી ચાર મહિના પહેલા લવ મેરેજ કરી લીધા હતા. જોકે, ભાવનાએ આ પહેલા પોપટપરાના જ પરેશ કોળી સાથે મેરેજ કર્યા હતા. તેમજ તેનાથી એક દીકરો હોવાનું ભાવનાએ સુનિલને જણાવ્યું હતું. સુનિલના પણ અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે.

3

સુનિલે કહ્યું હતું કે, બંનેના લવ મેરેજ થયા પછી મારે ટ્રાવેલ્સની અમરનાથ ટૂરમાં જવાનું હતું. આથી લગ્નના બીજા દિવસે હું ટૂરમાં ગયો હતો અને ભાવનાને મારા મા-બાપ પાસે રાખી હતી. ટૂર પરથી પરત આવ્યો ત્યારે ઘરના લોકોએ મને ભાવના સતત કોઈની સાથે ફોનમાં વાત કરતી હોવાનું જણાવી, ભાવનાનું ધ્યાન રાખવા કહ્યું હતું.

4

તેણે પોલીસને જણાવ્યું હતું કે, ભાવનાએ સેક્સ માટે તો ના પાડી દીધી હતી, પરંતુ સાથે રહેવું હોય તો ભાઈ-બેહનની જેમ રહેવું પડશે, તેમ કહેતાં હું ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી તે રાત્રે બે અઢી ઓરડીમાં ગયો હતો અને ભાવના સૂઇ ગઈ છે કે નહીં તેની ખાતરી કરી હતી. આ પછી ઓશિકાથી તેનો શ્વાસ રુંધી નાંખવા પ્રયાસ કર્યો હતો. જોકે, જાગી ગયેલી ભાવના ભાગી હતી, જોકે, સુનિલે તેને પછાડીને ગળું દબાવી મારી નાખી હતી.

5

સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા થોડા દિવસની વાતચીત બાદ પ્રેમ થઇ ગયો હતો. ત્યારે તેણે પોતાના લગ્ન થયા હોવાનું અને એક દીકરો હોવાનું જણાવ્યું હતું. આ પછી અમે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે, તે લગ્નના આગલા દિવસે જ મારી પાસે આવીને રડવા લાગી હતી અને પોતાને પહેલા પતિથી એક નહીં ત્રણ સંતાન હોવાનું જણાવ્યું હતું. છતાં બીજા દિવસે મેં લગ્ન કરી લીધા હતા.

6

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રાતે ચાર વાગ્યે સુનિલલ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, મને મારી પત્નીના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધની શંકા હતી. કારણ કે, તે ગમે તે વ્યક્તિને મિસ્ડ કોલ કરતી હતી અને સામેથી ફોન આવે તો તેની સાથે વાતો કર્યા કરતી હતી. એટલું જ નહીં, ભાવનાએ સુનિલને શારીરિક સંબંધ બાંધવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ પ્રેમલગ્ન પછી પત્નીએ સેક્સ સંબંધનો ઇનકાર કરતાં પતિએ કરી નાંખી હત્યા, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.