રાજકોટઃ યુવતીએ ડોક્ટરને ફોન કરીને બોલાવ્યા ને પાડી અશ્લીલ તસવીરો, પછી શું થયું? જાણો
આ અંગે મળતી વિગતો પ્રમાણે ૧૫૦ ફુટ રીંગ રોડ પર પાઠક સ્કૂલ પાછળ ગોવિંદ રત્ન બંગલોઝમાં રહેતાં અને સ્વામીનારાયણ ચોકમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં નયન કિલનીક નામે દવાખાનુ ધરાવતાં ડો. લક્ષમણભાઇ ગંગદાસભાઇ મોરી (પટેલ) (ઉ.૬૬)ને હેતલ નામની મહિલાએ વિઝીટના બહાને મહાવીર સોસાયટીમાં આવેલા ઘરે બોલાવી ચાર શખ્સો સાથે મળી આ તબિબ સાથે પોતાના બળજબરીથી ફોટા પાડી લઇ રૂ. પાંચ લાખની ખંડણી માંગી હતી. તેમજ પૈસા ન આપે તો બદનામ કરી દેવાની ધમકી દઇ એક લાખ પડાવી લીધા હતા.
રાજકોટઃ શહેરના એક ડોક્ટરને યુવતી સાથેની બિભત્સ તસવીરો પાડી લઈને એક લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના મહાવીરી સોસાયટીમાં રહેતી હેતલ નામની મહિલાએ ડોક્ટરને પોતાની માતા બીમાર હોવાનું જણાવીને ઘરે બોલાવ્યા હતા. જ્યાં પહોંચતાં જ ચાર શખ્સોએ તેમને હેતલની બાજુમાં બેસાડીને બિભત્સ ફોટા પાડી લીધા હતા અને પછી તોડ કર્યો હતો. આ અંગે ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવતાં લોકોનો આવી રીતે તોડ કરતી ગેંગ સામે આવી છે. જેને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
મેં આજીજી કર્યા પછી તેમણે બે લાખમાં પતાવટ કરી એક લાખ તાત્કાલીક અને બીજા એક લાખ પછીથી આપી દેવા કહ્યું હતું. હું ખુબ ગભરાઇ જતાં મેં મારા મિત્ર વિજયભાઇ કે જે ડેઇલી કલેક્શનનું કામ કરે છે તેને ફોન કરી એક લાખની વ્યવસ્થા કરી હતી. જે રૂપિયા મારા પ્યુન પાસેથી મંગાવીને તેમને આપ્યા હતા. આ પછી મને જવા દેવાયો હતો. અગિયાર દિવસ પછી ફરીથી તેમણે ફરીથી મારી પાસે બીજા એક લાખ માગ્યા હતા. મેં પૈસા ન હોવાનું કહેતાં તેમણે મારી સાથે ઝઘડો કર્યો હતો. જોકે, હું ગભરાઈ ગયો હોવાથી આ સમયે મેં પોલીસ ફરિયાદ નહોતી કરી, પરંતુ મિત્રો અને પરિવારજનો સાથે વાત કર્યા પછી મેં ફરિયાદ કરી હતી.
ઘરમાં જઈને દર્દી વિશે પુછુ એ પહેલાં જ ચાર શખ્સો ધસી આવ્યા હતાં અને અહીં શું કામ આવ્યા છો? તેમ પુછતાં મેં કહેલ કે દર્દીની વિઝીટમાં આવ્યો છું. આથી આ તેમણે કહ્યું કે વિઝટીમાં નથી આવ્યા. અમને ખબર છે...કહી ગાળો દીધી હતી અને ઝાપટ મારી પૈસા દેવા પડશે. પરંતુ મેં તેમને કહ્યું કે, મારી પાસે ૧૫૦૦ રૂપિયા જ છે. આ પછી મને હેતલબેનની બાજુમાં બળજબરીથી બેસાડી દઇ મારા ફોટા પાડી લીધા હતા અને જો પાંચ લાખ નહીં આપો તો બદનામ કરી નાંખશું. મેં ના પાડતાં છરી બતાવી પૈસા નહીં આપો ત્યાં સુધી જવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી.
ડો. મોરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પંદરેક દિવસ પહેલા હું દવાખાને હતો ત્યારે એક બહેન દવા લેવા આવ્યા હતાં. અગાઉ પણ હેતલબેન બે-ત્રણ વખત આવી ગયા છે. ગત ૨૭મી સપ્ટેમ્બરે હેતલબેને બપોરે અઢી વાગ્યે ફોન કરીને કહ્યું કે 'મારા મમ્મી બિમાર છે, તમે વિઝીટમાં ઘરે આવશો?' તેમ પુછતાં મેં હા પાડી હતી. મને કહેલ કે નિર્મલા રોડ ફાયર બ્રિગેડ પાસે પહોંચી ફરીથી ફોન કરજો. આથી હું મારું એકટીવા લઇ ફાયર બ્રિગેડ પાસે પહોંચ્યો હતો અને ફોન કરતાં હેતલબેન મારી પાસે આવેલ અને મને મહાવીર સોસાયટીના મકાને લઇ ગયા હતાં.