ડોક્ટરને વિઝિટે ઘેર બોલાવી અશ્લીલ ફોટા પાડનારી યુવતી ઝડપાઈ, જાણો કેમ કર્યો આ અપરાધ ?
રાજકોટઃ સ્વામીનારાયણ ચોકમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં નયન કિલનીક નામે દવાખાનુ ધરાવતાં ડો. લક્ષમણભાઇ ગંગદાસભાઇ મોરી (પટેલ) (ઉ. વર્ષ 66)ને ઘરે વિઝીટના બહાને બોલાવી બળજબરીથી અશ્લીલ તસવીરો પાડી બ્લેકમેઈલ કરનારી યુવતી હેતલ લાલજીભાઈ ઉમરાળીયા (ઉ.વ. 28)ને પોલીસે ઝડપી લીધી છે.
હેતલ અગાઉ ડો. મોરીના દવાખાનેથી બે-ત્રણ વખત દવા લઇ ગઇ હોઇ હોવાથી ડોકટર તેને ઓળખતા હતાં. 27 સપ્ટેમ્બરે તેણે ફોન કરી પોતાના માતા બિમાર હોવાનું કહી ઘરે વિઝીટમાં આવવાનું કહેતાં ડોકટર ઘરે જતાં આ ઘટના બની હતી. પોલીસે હેતલના બાકીના સાથીઓને પણ ઝડપી લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.
હેતલે ડોક્ટરને પોતાની માતા બીમાર હોવાનું જણાવીને ઘરે બોલાવ્યા હતા. જ્યાં પહોંચતાં જ ચાર શખ્સોએ તેમને હેતલની બાજુમાં બેસાડીને બિભત્સ ફોટા પાડી લીધા હતા અને પછી તોડ કર્યો હતો.લક્ષમણભાઇ પાસે હેતલે રૂ. પાંચ લાખની ખંડણી માંગી હતી પૈસા ન આપે તો બદનામ કરી દેવાની ધમકી દઇ એક લાખ પડાવી લીધા હતા.
હેતલે પોતાને કિડનીની બિમારી હોઇ અને ત્રણ સંતાનની જવાબદારી હોઇ કાવત્રું રચી પૈસા પડાવ્યા હોવાનું કબૂલ્યું છે. હેતલનાં પ્રથમ લગ્ન મોરબીના યુવાન સાથે થયા હતાં. તેની સાથે છૂટાછેડા બાદ બીજા લગ્ન વિજય વિઠ્ઠલાણી સાથે કર્યા પણ તેનાથી પણ અલગ રહે છે. સંતાનમાં તેને ટ્વિન પુત્રી અને એક પુત્ર છે.
હેતલે નિર્મલા રોડ પર હંસરાજ સોસાયટીમાં બોલાવી પોતાના સાથીઓની મદદથી ડોક્ટરના બળજબરીથી ફોટા પાડી બદનામ કરવાની ધમકી દઇ એક લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે હેતલની પૂછપરછ કરતાં આ કામમાં હરેશ બ્રાહ્મણ અને કરણ નામના તેના ધર્મના ભાઇ સામેલ હોવાની કબૂલાત કરી છે.