રાજકોટઃ પતિને છોડીને આવેલી યુવતીએ બાંધ્યા પિયરના યુવક સાથે સંબંધ, પછી બીજા યુવક સાથે પણ થયું અફેર ને શું આવ્યો અંજામ ? જાણો
આ બનાવની જાણ થતાં જ જેતપુર શહેર પોલીસના પીઆઇ જે.એસ.પંડ્યા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પણ ત્યાં સુધીમાં પારૂલનું મોત થઈ ગયું હતું. પોલીસે પારૂલની લાશને પીએમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી અને ગણતરીના કલાકોમાં જ ખૂની પ્રેમીની ધરપકડ કરી હતી.
પારુલે આ પ્રેમ સંબંધના પગલે પતિથી છૂટકારો મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા અને પતિ વિરૂધ્ધ ખાધા ખારોકીનો કોર્ટમાં કેસ પણ કર્યો હતો. દરમિયાનમાં પારૂલને જેતપુરમાં અન્ય યુવક સાથે પણ આંખ મળી જતાં તેની સાથે પણ તેના સંબંધો બંધાયા હતા. આ વાતની જાણ થતાં તેનો પહેલો પ્રેમી રાજુ ઉશ્કેરાયો હતો.
રાજકોટ: જેતપુરમાં પોતાના પતિને છોડીને રિસામણે આવેલી એક પરિણીતાને પ્રેમીએ છરીથી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. પોતાની પરિણીત પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ઉશ્કેરાયેલા પ્રથમ પ્રેમીએ તેની ગળું કાપી હત્યા કરી હતી.
જેતપુરની યુવતી પારૂલ કાળુભાઈ મકવાણાનાં લગ્ન રાજકોટમાં થયાં હતાં. કોઈ કારણસર પતિ સાથે ઝગડો થતાં છેલ્લા થોડા સમયથી પારૂલ પતિને છોડીને જેતપુર પિતાના ઘરે રિસામણે આવી ગઈ હતી. પારૂલને જેતપુરના રાજુ નામના યુવાન સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
રાજુ શનિવારે સવારે પારૂલના ઘરે દોડી ગયો હતો. પારૂલનું અન્ય સાથે લફરૂ હોવાના મુદ્દે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા રાજુએ પારૂલ પર છરી વડે હુમલો કર્યો અને પારૂલના ગળા પર છરી ફેરવી દીધી હતી. લોહીલૂહાણ હાલતમાં પારૂલને તરફડતી છોડીને રાજુ ફરાર થઇ ગયો હતો.