રાજકોટઃ પ્રેમપ્રકરણમાં દલિત યુવતીએ હોસ્ટેલમાં ખાધો ગળાફાંસો, પ્રેમી યુવકે ગટગટાવ્યું ઝેર
રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલી સંજયભાઇ રાજ્યગુરૂ ટેકનિકલ કોલેજમાં ભણતી અને ત્યાંની હોસ્ટેલમાં જ રહેતી દલિત યુવતીએ પ્રેમપ્રકરણમાં ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ ઉનાના જરકલી ગામની દલિત યુવતીએ ગઈ કાલે સાંજે હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. બીજી તરફ આ કોલેજમાં જ ભણતા અને આ યુવતીને પ્રેમ કરતાં જામનગરના ચારણ મેઘવાળ યુવાને પારેવડી ચોકમાં ઝેર પી લીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબી-ડિવીઝનને જાણ થતાં હોસ્પિટલે પહોંચી તેમણે હર્ષદનું નિવેદન નોંધ્યું હતું. તેણે જણાવ્યું હતું કે દક્ષા આઇ.ટી.માં ભણતી હતી અને પોતે મિકલેનિકલમાં ભણે છે. અમારી બંને વચ્ચે છ મહિનાથી પ્રેમસંબંધ હતો. સાંજે બંનેને ફોન પર બોલાચાલી થઇ હતી અને દક્ષાએ આ પગલુ ભર્યુ હતું. બાદમાં પોતે પણ આઘાતને કારણે ઝેર પી ગયો હતો.
દક્ષાનું મોત નીપજ્યાની જાણ થતાં જ આ કોલેજના જ મિકેનિકલ એન્જિનીયરીંગના વિદ્યાર્થી અને કોલેજની હોસ્ટેલમાં જ રહેતાં હર્ષદ ધનાભાઇ બગડા (ઉ.૨૦)એ પારેવડી ચોકમાં જઇ ઝેર પી જતાં પ્રથમ સિવિલમાં અને ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હર્ષદ પણ કદાચ સિવિલમાં સાથે આવ્યો હતો અને તબીબે દક્ષાને મૃત જાહેર કરતાં જ આઘાતમાં આવી ત્યાંથી નીકળી ગયો હતો અને ઝેર પીધું હતું.
દક્ષા તેજાભાઇ જાદવે (ઉ.૧૮) સાંજે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો, જેની રૂમ પાર્ટનર વિદ્યાર્થિનીને જાણ થતાં તેણે ચીસાચીસ કરી મૂકતાં અન્ય વિદ્યાર્થિનીઓ અને કર્મચારીઓ ભેગા થઇ ગયા હતાં. દક્ષાને નીચે ઉતારી ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ અહીં તેને મૃત જાહેર કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઝેરી દવા પીને મરવાનો પ્રયાસ કરનાર યુવાને પોલીસને જણાવ્યું હતું કે દલિત યુવતી સાથે તેને પ્રેમસંબંધ હતો. ગઈ કાલે સાંજે ફોન પર બંનેનો ઝઘડો થતાં યુવતીએ આ પગલુ ભર્યુ હતું. જેનો આઘાત લાગતાં પોતે પણ ઝેર પી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -