ગોંડલઃ 'જીગ્નેશ મને તેના દોસ્તાર સાથે ધમકી આપીને રેપ કરાવતો ને મારો ખરાબ વીડિયો બનાવતો'
સગીરાએ કંટાળી પોલીસ મથકમાં અરજી પણ આપી હતી પણ તાલુકા પોલીસે અરજીનો સ્વીકાર ન કરતા 181ની જીપમાં દવા પી આપઘાત કરી લીધો હતો. કેટલાક પોલીસવાળાઓએ પ્રેમી પાસેથી પૈસા લઇ તેના ખોટા રિપોર્ટ બનાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવરાજગઢ ગામે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી જીગ્નેશ ઉર્ફે સાગર મોહનભાઈ મકવાણા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જોકે, સગીરાની ઉંમર નાની હોય બંને પરિવારોની સંમતિથી સગીરાને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે ખસેડાઇ હતી. જ્યારે જીજ્ઞેશને જેલ હવાલે કરાયો હતો. આ પછી સમજૂતીના કરાર બાદ સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને યુવાન પણ જેલમાંથી છૂટી ગયો હતો.
ગોંડલ: કોલેજ ચોક સ્થિત તુલસી બાગમાં શિવરાજગઢની સગીરાએ પ્રેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. સગીરાએ સુસાઇડ નોટમાં પ્રેમી અને તેના પરિવારજનો દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો અને પ્રેમી અને તેના મિત્રો દ્વારા બળાત્કાર ગુજાર્યાનો ઉલ્લેખ કર્યો છે. સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
આ સુસાઇડ નોટના આધારે સગીરાના પિતાએ ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોંડલ સિટી પોલીસે સગીરાના પિતાની ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ 306, 376, 323, 526 પ્રોક્સો સહિત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તુલસી બાગમાં સગીરાએ ઝેરી દવા પી લેતા તેને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડાઇ હતી. પછી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાય તે પહેલા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલે સગીરાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
સગીરાએ સુસાઇડ નોટમાં પ્રેમી જીગ્નેશ સુરસાગર મોહનભાઈ મકવાણા, તેના પિતા મોહનભાઈ, માતા હંસાબેન તેમજ રવજીભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, મનજીભાઇ જેઠાભાઇ મકવાણા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની તેમજ પ્રેમી જીગ્નેશ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાનો ઉલ્લેખ ચીઠ્ઠીમાં કરાયો છે. એટલું જ નહીં, જીગ્નેશ તેના મિત્ર વિપુલ પાસે બળાત્કાર ગુજારી વીડિયો શુટિંગ ઉતારી બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -