‘સરદારે રાજા-રજવાડાના વાંદરાઓને સીધા કરી દીધા હતા’, રાજપૂતોએ પરેશ રાવલ સાથે કરી લાફાવાળી
દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે રાજકોટમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પરેશ રાવલે કહ્યું હતું કે, સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા. ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલન કરવામાં આવશે. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.
બીજી તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ રાવલ સાથે લાફાવાળી થઇ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો હોટેલમાં પરેશ રાવલના રૂમ પાસે આવ્યા હતા. પરંતુ હોટેલના સિક્યોરિટી સ્ટાફે તેમને પરત મોકલી આપ્યા હતા.
કરણી સેનાએ રાવલના નિવેદનના વિરોધમાં રવિવારે રાજ્યભરમાં તેમના પૂતળાંદહન કરવાનું જાહેર કર્યું છે. ઝાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અને રજવાડાંઓ અંગે ગમે તેમ બોલનારા ભાજપ કે કોંગ્રેસ કોઇપણ પક્ષના નેતા હોય તેને કરણીસેના માફ કરશે નહીં અને પરેશ રાવલ જેવી જ તેમની હાલત કરવામાં આવશે.
રાજપૂત કરણી સેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલના નિવેદનથી રાજપૂત સમાજ ગુસ્સે થયો છે. જેથી કરણી સેનાના આગેવાનો ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જે.પી.જાડેજા અને યુથ કોગ્રેસના રાજદીપસિંહ જાડેજા મોડી રાત્રે હોટલમાં ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
પરેશ રાવલના નિવેદન બાદ વિવાદ પેદા થયો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજપૂત કરણી સેનાના કાર્યકરો હોટલમાં પહોંચી ગયા હતા અને પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી.
મળતી વિગતો અનુસાર, બોલિવૂડ એક્ટરમાંથી નેતા બનેલા પરેશ રાવલે રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભાષણ આપતા કહ્યું હતું કે, સરદાર પટેલે રાજા-રજવાડાઓના વાંદરાઓને સીધા કરી દેશને એક કર્યો હતો. તેમના આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.
રાજકોટઃ ભાજપના સાંસદ પરેશ રાવલને રાજપૂતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી ભારે પડી હતી. તેમની ટિપ્પણીને લઇને ગુસ્સે ભરાયેલા રાજપૂત કરણી સેના અને યુથ કોગ્રેસના કાર્યકરોએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આપેલી ઇમ્પીરીયલ હોટલમાં ઘૂસી જઇને પરેશ રાવલ સાથે લાફાવાણી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો હોટલ પર ખડકી દેવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા. જોકે, ભાજપે આવી કોઇ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -