હાર્દિકે કબૂલ્યું: હા, હું એજન્ટ છું, પણ પોતાને કોનો એજન્ટ ગણાવ્યો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ મીડિયાને જણાવ્યું કે, અમે જો હાર્દિક સાથેની બેઠકમાં જોડાઈએ તો સરકાર કોલગેસ, પ્રદૂષણ નિયંત્રણ વિગેરે મુદ્દે અમને બીનજરૂરી કનડગત કરે એટલે અમે બેઠકથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
હાર્દિકે ઢુવા પાસે આવેલી એક સિરામિક ફેક્ટરીમાં સિરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જેમાં જીએસટી, નોટબંધી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ચેમ્બર ઓફ કૉમર્સના પ્રમુખ બેચર હોથી સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
મોરબીમાં હાર્દિક પટેલે સિરામિક ઉદ્યોગકારો સાથે ખાનગી બેઠક યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કેટલાક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જો કે સિરામિક એસોસીએશનના હોદ્દેદારોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મોરબી ખાતે સરદાર સાહેબની જયંતિ નિમિતે એક લાખ લોકોની જનઆક્રોશ સભા યોજાઇ, આ જ છે લોકોનો આક્રોશ. મોરબીનો વિકાસ એવો છે કે દહીં લઈને જાઓ તો છાસ બની જાય. સીરામીક ઉદ્યોગ પર 28% જીએસટી લાગે છે. ખેડૂત, યુવાન અને તમામ સમાજના લોકો આક્રોશમાં કહે છે કે આ લડાઈમાં ગુજરાત જીતશે. હું આ લડાઈ બમણી તાકાતથી લડીશ.
આ સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હા હું એજન્ટ છું, આ નિર્દોષ લોકોનો એજન્ટ છું. સરકાર સામે હું બમણી તાકાતથી લડાઇ લડીશ. આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. સાથોસાથ દેશભક્તિના ગીતોનો પણ કાર્યક્રમ યોજાયો હતો.
મોરબીઃ હાર્દિક પટેલ પર ભાજપના લોકો અવાર નવાર કોંગ્રેસનો એજન્ટ હોવાનો આરોપ લગાવતા રહ્યા છે. જોકે ગઈકાલે મોરબી ખાતે યોજાયેલ સભામાં ખુદ હાર્દિક જણાવ્યું કે કોનો એજન્ટ છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે મોરબીમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -