‘અમારા ગામમાં હાર્દિક પટેલ કે પાસના માણસોએ પ્રવેશ કરવો નહીં’, ગુજરાતના આ ગામમાં લાગ્યા પોસ્ટરો?
આ લેઉવા-કડવા કરવાવાળાથી સાવધાન રહો અને હાર્દિક પટેલ આન બાન શાનથી ટુંક સમયમાં પડધરીમા આવે છે, અહીં જાહેર સભાનું આયોજન થવાનું છે અને ભાજપના દલાલોએ દુર રહેવું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપડધરી પાસ કન્વીનર મનીષ દોંગાએ કહ્યું કે હું પણ એક પડધરી તાલુકાનો લેઉવા પટેલ નાગરીક છું એટલે એક પડકાર સાથે કહું છું કે લેઉવા-કડવા કરવાવાળાથી દુર રહો અને પડધરી તાલુકો કોઈના બાપની જાગીર નથી.
રાજકોટઃ રાજકોટના પડધરી તાલુકામાં હાર્દિક પટેલ અને પાસના માણસો પર પ્રવેશ પ્રતિબંધ લગાવતા પોસ્ટરો લાગ્યા છે. પડધરીમાં રેલવે ફાટક પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, આ પોસ્ટરમાં નીચે લેઉઆ પટેલ સમાજ, પડધરી લખેલું છે, થોડા સમય પહેલા જ પડધરીથી 10 કિમી દૂર તરઘડીમાં પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. ત્યારે આ પ્રકારના પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે.
જેમાં લખવામાં આવ્યું કે હાર્દિક પટેલ તથા પાસના માણસોએ પડધરીમાં પ્રવેશ કરવો નહીં. ઉલ્લેખનીય છે કે પડધરી તાલુકામાં પટેલોની વસ્તી વધુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરને કારણે અનેક સવાલો ઉભા થયા છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકારને હંફાવી રહ્યો છે, તો બીજી બાજુ પાટીદાર આંદોલનમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પડધરીમાં લેઉઆ પટેલ દ્વારા હાર્દિક પર પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -