અમેરિકામાં હત્યા કરાઈ છે તે ગુજરાતી યુવાનની પત્નિએ સુષ્માને કરી શું ટ્વિટ? સુષ્માએ જવાબ સુધ્ધાં ના આપ્યો
પ્રિયંકા જાગાણીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'તેને મદદની જરૂર છે. મારો પતિ અમેરિકામાં ડેય્સ ઈન બર્લિનમાં 2387 બર્લિન ટર્નપિક કનેક્ટિકટમાં રહેતો હતો. ગઈકાલે તેના પર ગોળીબાર થયો છે. 'અન્ય એક ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે,' મારા પતિનું અમેરિકામાં મૃત્યું થયું છે. હું તેને મળવા માંગુ છું. હું ખરેખર દુઃખી છું. જો કે આ ટ્વિટનો કોઈ રિસ્પોન્સ ન મળતા પ્રિયંકાએ ટ્વિટ ડિલીટ કરી નાંખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિઝા વિશે વાતચીત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેની વિઝા ફાઈલ હજુ પ્રોસેસમાં છે. તે સોમવારે વિઝા લેવા કોન્સ્યુલેટ ઓફિસ ગયા હતા. પરંતુ તેઓએ બુધવારે આવવા માટે જણાવ્યું હતું. પ્રિયંકા હવે આજે વિઝા લેવા જવાની છે. પરંતુ તેને વિઝા મળશે કે કેમ તે અંગે તે પોતે પણ દ્વિધામાં છે. પ્રિયંકાએ સોમવારે જ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને પણ વિઝા અંગે મદદ માંગી હતી. પરંતુ કોઈ જવાબ ન મળતા ટ્વિટ ડીલીટ કરી હતી.
પતિની કરૂણ હત્યા થતા પત્ની પ્રિયંકા પ્રતીક જાગાણીએ તાત્કાલિક ત્યાં પહોંચવા માટે વિઝા મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેઓને વિઝા માટે આજે બોલાવવામાં આવ્યા છે. પરંતુ વિઝા મળશે કે નહીં તે અંગે હજુ પણ પ્રશ્નાર્થ છે.
રાજકોટઃ USAના બર્લિનમાં રહેતા મૂળ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના પ્રતિક કાળીદાસ જાગાણી નામના યુવાનની અમેરિકામાં રવિવારે ગોળી મારીની હત્યા કરવામાં આવી હતી. માતાપિતાના એકમાત્ર સંતાન એવા પ્રતિકના લગ્ન 21, એપ્રિલ 2016માં મહુધા તાલુકાના ચુનેલ ગામમાં રહેતી પ્રિયંકા પટેલ સાથે થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -