કઈ ગુજરાતી મહિલાએ મિસિસ ઈન્ડિયા ગોર્જિયસ ગ્રેસ ફૂલ વિનરનો જીત્યો ખિતાબ, જાણો વિગત
મોનીકા ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં જે કાંઈ નિર્ણય લેવો હોય તો સાચા સમયે લેવાથી સફળતા ચોક્કસ મળશે. પરિવારને અવગણીને સફળતા મળતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજેતા મહિલા મોનિકા ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલા માટે પરિવાર સર્વોપરી છે. તે જે કાંઈ કરે છે તે પરિવારની ખુશી માટે કરે છે તે સારી વાત છે પણ મહિલાએ એ ન ભૂલવું જોઈએ કે તેનું પોતાનું અસ્તિત્વ પણ છે. સાથે મર્યાદા ન ભૂલવી જોઈએ.
મોનિકા ચૌધરી અભ્યાસ કાળથી ભારતીય સંસ્કૃતિ અને પોશાકને મહત્વ આપતી હતી અને જ્યારે સ્પર્ધામાં પણ તેણીએ રાજસ્થાની પોશાક સાથે જ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના આ વલણથી નિર્ણાયક પણ પ્રભાવિત થયા હતા. મોનિકા ચૌધરી પોતાની સફળતાનો શ્રેય તેના સાસુ મીરાબેન અને પતિ હેમંત ચૌધરીને આપે છે.
મોનિકા ચૌધરીના લગ્ન 19 વર્ષની ઉમંરે રાજસ્થાનના જોધપુરમાં થયા હતા. 23 વર્ષની ઉંમરે તે બે બાળકોની માતા બની હતી. લગ્ન બાદ તેમને સાસુ અને પતિએ ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કર્યા અને એક પછી એક એમ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.
આ 60 મહિલાની વચ્ચે મોનિકા ચૌધરીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને મેદાન માર્યું છે. ખિતાબ જીતનાર મહિલા પોતાના અભ્યાસ કાળ દરમિયાન કલાસ રૂમમાં વાંચન સમયે પણ ડરતી હતી. આજે તે ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહી છે.
રાજકોટ: રાજકોટના મહિલા પ્રિન્સિપાલ મોનિકા ચૌધરીને ચંદીગઢમાં મિસિસ ઈન્ડિયા ગોર્જિયસ ગ્રેસ ફૂલ વિનરનો ખિતાબ જીત્યો છે. દેશભરમાંથી કુલ 5,000 એન્ટ્રી આવી હતી. જેમાંથી ફાઈનલ રાઉન્ડ વખતે 60 મહિલા જ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -