રાજકોટ: હાર્દિક પટેલ રાજકોટમાં રમ્યો ક્રિકેટ, કાતિલ બોલિંગ કરીને ટીમને જીતાડી, જાણો કેટલી વિકેટ ઝડપી?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સાબરકાંઠાના બેરણા ગામે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું હાર્દિક પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નાઈટ ટૂર્નામેન્ટમાં હાર્દિક પટેલ પણ રમ્યો હતો.
હાર્દિક પટેલે 3 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઝડપીને તેની ટીમને વિજયી બનાવામાં મોટો ફાળો આપ્યો હતો. હાર્દિકે વધુમાં જણાવ્યું કે પાટીદારોને અનામત આપાવા માટેના આંદોલનમાં બહુ સમય બાદ ક્રિકેટ રમવાનો મોકો મલ્યો હતો. તેણે તમામ ટીમોનો આભાર માન્યો હતો.
હાર્દિક પટેલે શનિવારે રાત્રે રાજકોટમાં શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. એટલું જ નહીં પણ આ ટુર્નામેન્ટમાં હાર્દિક પટેલ પોતે પણ ક્રિકેટ રમ્યો હતો. આ મેચમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીતાડી હતી. હાર્દિકની ટીમ 50 રને વિજયી બની હતી.
રાજકોટ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો નેતા હાર્દિક પટેલ હાલમાં ગુજરાતમાં જનસંપર્ક કરી રહ્યો છે ને તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે. યુવાનો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે હાર્દિક પટેલ રાજ્યભરમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં ખાસ હાજરી આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -