આગામી સપ્તાહે પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના
રાજકોટ: છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અવિરત વરસાદ વરસ્યા બાદ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના ઉભી થઈ છે. રાજકોટ, ચોટીલા, જામનગર જેવા શહેરોમાં ધોધમાર વરસાદની સાથે સાથે ગુજરાતમાં પણ ઠેકઠેકાણે મેઘકૃપા વરસી છે. કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. હાલ સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ વરસાદ ઓછો પડવાની શક્યતા છે. પરંતુ વધુ એક સિસ્ટમ્સ આવી રહી છે જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે હાલની સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરની સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ છે પણ તેના પાંખીયા વાદળોની અસર હજુ એકાદ સપ્તાહ રહેશે. આગામી ૨૨મી સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે. છૂટાછવાયા સ્થળોએ ઝાપટાઓ ચાલુ જ રહેશે. જોકે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
દરમિયાન બંગાળના ઉપમહાસાગરમાં ઓરીસ્સા નજીક એક હવાનુ હળવુ દબાણ સર્જાયુ છે જે ૭.૬ કિમીની ઉંચાઈ પર છે. જે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશે. જે આગામી ૨૨-૨૩ જુલાઈ આસપાસ ગુજરાત પહોંચશે. હાલ આ સિસ્ટમ્સ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. જો આ સિસ્ટમ સક્રિય રહી ગુજરાતમાં પ્રવેશ કરશે તો ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ આવશે. આ સિસ્ટમની અસરથી ભાવનગર, અમરેલી, વિંછીયા જેવા બાકી રહી ગયેલા વિસ્તારો પણ કવર કરી લે તેવી પૂરેપૂરી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -