મનોહરસિંહજી ‘દાદા’એ 1957માં ગુજરાત સામે રણજીમાં કેટલા રન ફટકાર્યા હતાં, જાણો વિગત
રાજકોટ: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગુરૂવારે રાજકોટમાં જ તેના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ યાત્રામાં રાજવી પરિવાર સહિતના લોકો જોડાયા હતા. જોકે ક્રિકેટની રમતમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારોનું પણ ખૂબ જ યોગદાન રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનોહરસિંહજી એક આતુર ક્રિકેટર હતા. 1955-56માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ગુજરાત સામે મનોહરસિંહજીએ પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે પહેલી ઇનિંગમાં 59 રન ફટકાર્યા હતાં.
14 ફર્સ્ટ કલાસ મેચમાં દાદાએ એક શતક અને 4 અર્ધ શતકની મદદથી કુલ 614 રન કર્યા હતા. બોલિંગમાં પણ તેમણે પાંચ વિકેટ મેળવી છે.
જમણોરી બેટ્સમેન અને બોલર એવા દાદાએ 1957/58માં સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન તરીકે ટીમનું સુકાન સંભાળ્યું હતું. દાદાએ તેમની કપ્તાની હેઠળ 1957માં રમાયેલી ગુજરાત સામેની ફર્સ્ટ કલાસ મેચમાં શાનદાર 144 રન ફટકાર્યા હતા.
નવાગઢ, કાઠિયાવાડ અને બાદમાં સૌરાષ્ટ્ર તરીકે ક્રિકેટમાં ઉતરતી ટીમમાં અનેક રાજાઓએ ઉમદા પ્રદર્શન કર્યું છે. આવા જ એક રાજ પરિવારના ક્રિકેટર હતા રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા. દાદાના ઉપનામથી ઓળખાતા મનોહરસિંહજીએ સૌરાષ્ટ્રની ટીમ વતી 1955થી 1964 સુધીમાં 14 ફર્સ્ટ કલાસ મેચ રમ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -