મનોહરસિંહ દાદાને તેમના જ ગઢમાં 1995માં ભાજપના ક્યા સાવ નવા નિશાળિયાએ હરાવી દીધેલા?
રાજકોટ શહેરના પ્રમુખથી માંડી રાજ્ય સરકારમાં આરોગ્ય પૂરવઠા, રમતગમત, નાણાં, બંદરો સહિતના વિભાગોમાં પ્રધાન તરીકે બજાવેલી કામગીરીની આજે પણ નોંધ લેવાય છે. કોંગ્રેસમાં સત્તાથી માંડી સંગઠનની જવાબદારી તો નિભાવી જ છે. પરંતુ રાજકોટમાં પ્રજાના પ્રશ્નોને પણ બખૂબી નિભાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર કબ્જો મેળવ્યો હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.
રાજકોટ:રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગઇકાલે ગુરૂવારે રાજકોટમાં જ તેના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. રાજકોટે મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસમાં મહત્વનો ફાળો પણ આપ્યો હતો.
રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા અને વર્ષ 1971 સુધી સેવા આપી હતી. મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી.
મનોહરસિંહજી જાડેજા 1995માં ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમની સામે ભાજપમાંથી ઉમેશ રાજ્યગુરુ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે યોજાયેલી ચૂંટણીમાં મનોહરસિંહજી જાડેજા 47244 મત મળ્યાં હતા જ્યારે ભાજપના ઉમેદવારને 52472 મત મળ્યાં હતાં. ભાજપના નવા નિશાળિયા ઉમેદવાર ઉમેશ રાજ્યગુરુ સામે મનોહરસિંહજીનો પરાજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -