રાજકોટઃ પાર્લર કેબિનમાં ‘એકાંત’ માણવા કેટલાં કોલેજીયન કપલ પાસેથી લેવાતા હતા કેટલા રૂપિયા? જાણો ચોંકાવનારી વિગત
પોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન કોલેજીયન યુવક-યુવતીઓ કેબિનોમાં એકાંત માણતાં હતાં. જોકે ચેકિંગ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ નહીં મળતાં યુગલોને જવા દેવાયાં હતાં પણ પાર્લરના સંચાલકો આશિષ વાઢેર અને ભાર્ગવદાસ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્લરમાં એક વાર કપલ જાય પછી તેમને સંપૂર્ણ પ્રાઈવસી મળતી હતી. પાર્લરનો સ્ટાફ કોલેજીયનને નક્કી કરેલા કલાક માટે બિલકુલ ‘એકાંત’ માણવા દેતો હતો અને જરાય ડિસ્ટર્બ નહોતો કરતો. આ સમયમાં અંદર કપલ શું કરતાં હશે તે અટકળનો વિષય છે પણ કોલેજની સામે જ આ પાર્લર હોવાથી ભીડ સતત રહેતી.
આ કોલેજીયન યુવક-યુવતીઓ પાસેથી સંચાલકો એક કલાક ‘એકાંત’ માણવાના 200 રૂપિયા ચાર્જ વસૂલતા હતા તેવી વિગતો બહાર આવી છે. આ અંગે સત્તાવાર રીતે પોલીસ દ્વારા કશું કહેવાયું નથી પણ બિનસત્તાવાર રીતે કલાકના બસ્સો રૂપિયા લેવાતા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ: પ્રદ્યુમનગર પોલીસ દ્વારા સોમવારે શહેરની ચૌધરી હાઇસ્કૂલ નજીક ચાલતા 'હેપી અવર્સ' નામના પાર્લરની કેબીનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પાર્લરમાં દરોડો પાડતા કેબીનમાં રહેલા 13થી વધુ કોલેજીયન છોકરા-છોકરીનાં કપલ ઝડપાયાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -