રાજકોટઃ પાર્લર કેબિન પર દરોડામાં કેટલાં કોલેજીયન કપલ ‘એકાંત’ માણતાં ઝડપાયાં? પોલીસે તેમને કેમ છોડી મૂક્યાં?
પોલીસે કેબીન પાર્લરના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંચાલકો સામે પોલીસે શું ગુનો નોંદ્યો તેની વિગતો મળી નથી. શહેરમાં અનેક ઠેકાણે આવાં પાર્લર ધમધમે છે ત્યારે પોલીસે એક જ પાર્લર પર કેમ દરોડો પાડ્યો તે ચર્ચાનો વિષય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન કોલેજીયન યુવક-યુવતીઓ કેબિનોમાં એકાંત માણતાં હતાં. જો કે ચેકિંગ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ નહીં મળતાં યુગલોને જવા દેવાયાં હતાં પણ પાર્લરના સંચાલકો આશિષ વાઢેર અને ભાર્ગવદાસ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કેટલાંક કપલ ભાગી છૂટ્યાં હતાં અને રસ્તા પર દોટ મૂકી હતી. આ છોકરા-છોકરીએ મોં છૂપાવીને રસ્તા પર ભાગતા નજરે પડ્યા હતા. જો કે પોલીસે આ કોલેજીયન કપલ્સ સામે કોઈ કેસ કર્યો નથી અને તેમને એમ જ જવા દીધાં હતાં.
રાજકોટ: પ્રદ્યુમનગર પોલીસ દ્વારા સોમવારે શહેરની ચૌધરી હાઇસ્કૂલ નજીક ચાલતા 'હેપી અવર્સ' નામના પાર્લરની કેબીનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પાર્લરમાં દરોડો પાડતા કેબીનમાં રહેલા 13થી વધુ કોલેજીયન છોકરા-છોકરીનાં કપલ ઝડપાયાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -