રાજકોટઃ 13 વર્ષનો છોકરો પરીણિત પ્રેમિકાના ઘરમાં તેની સાથે માણી રહ્યો હતો સેક્સ, અચાનક પતિ જાગી ગયો, પછી શું થયું?
વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં 15 વર્ષ મોટી પરીણિત યુવતી સાથેના સેક્સ સંબંધના કારણે 13 વર્ષના છોકરાએ જીવ ગુમાવવો પડ્યો છે. આ છોકરો પરીણિતા સાથે સેક્સ માણતો હતો ત્યારે પ્રેમિકાનો પતિ તેને જોઈ ગયો હતો. તેણે છોકરાને માર મારીને પતાવી દીધો હતો અને તેની લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાની વિગત એવી છે કે, વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા મૂળ મધ્ય પ્રદેશના વતની કરમશી નાનજીભાઈ કીકડીયા (ઉ.વ.43, રહે. જાંબુખેડા, તા. ઉદયગઢ, જિલ્લોઃ અલીરાજપુર મધ્યપ્રદેશ) રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને ૩ પુત્રીઓ હતાં.
તેમનો પુત્ર બબલુ (ઉ.વ.13) 20 ઓગસ્ટે ગાયબ થઈ ગયો હતો. વતનમાં ગયેલા કરમસિંહને તેમના સંબંધી વૈરાંગ કબુભાઈ ભેડાનો ફોન આવ્યો હતો કે, બબલુ ગાયબ થઈ ગયો છે. તેણે એણ પણ જણાવ્યું કે, બબલુ અને વૈરાંગ બનાવની રાત્રીએ પંચાસીયા ગામની સીમમાં રહેતા ઠાકોર ભુરાસિંહ દેહડીયાની વાડીએ જમવા ગયા હતા.
વૈરાંગે કહ્યું કે, જમ્યા બાદ રાત્રીના ભૂરો, ભૂરાની પત્નિ સવિતા, વૈરાંગ અને બબલુ એમ ચારેય પાનાં રમતા હતા. રાત્રે અગીયાર વાગ્યે બધા છૂટા પડ્યા હતા અને સૂઈ ગયા હતા. સવારે વૈરાંગ જાગતે તેણે ભુરાને બબલુ કયાં છે તેમ પૂછતાં ભુરાએ બબલુ જતો રહ્યો છે તેમ કહ્યુ હતું.
વૈરાંગ ઘરે પહોંચ્યો પરંતુ બબલુ ઘરે પહોંચ્યો ન હતો. આ અંગે બબલુના પિતા કરમસિંહે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરતાં કૂવામાંથી લાશ મળી હતી. પોલીસે રાજકોટ પોસ્ટમોર્ટમમાં ખસેડી હતી અને ફોરેન્સિક સાયન્સ વિભાગની પણ મદદ લેવાઈ હતી.
આ તપાસમાં બબલુની હત્યા થયાનું બહાર આવ્યું હતું. દરમિયાન ભૂરો ભાગી ગયો હતો તેથી પોલીસને શંકા જતાં તેમણે ભુરાસિંહની પત્નિ સવિતાની પૂછપરછ કરી હતી. સવિતાએ કબૂલ્યું હતું કે, તેને બબલુ સાથે શારીરિક સંબંધો હતા ને બંને ભુરાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.
20 ઓગસ્ટે બધાં સૂવા ગયાં ત્યારે રાત્રે બબલુ તેની પાસે આવ્યો હતો અને બંને સેક્સ મણતાં હતાં ત્યારે ભુરો જાગી ગયો હતો. પોતાની પત્નિને બબુલ સાથે કઢંગી હાલતમાં જોઈને ભુરાસિંહ ગુસ્સે ભરાયો હતો. પત્નિ સવિતા તથા બબલુને ખૂબ જ માર મારીને પત્નિ સવિતાને રૂમમાં પુરી દીધી હતી.
ભુરાએ એ પછી બબલુપર હથીયારોને ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. 13 વર્ષના તરૂણની હત્યા કરીને સવિતાનો પતિ ભુરાસિંહ નાસી છૂટયો હતો. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -