✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ વાસનાંધ જયશ્રીએ પ્રેમી સાથે ખુલ્લેઆમ પ્રણયફાગ ખેલવાં શું ઘડ્યો હતો પ્લાન? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2016 11:07 AM (IST)
1

રાજકોટઃ શહેરની જલારામ સોસાયટીમાં રહેતી જયશ્રી ગોહેલ પોતાના પ્રેમી સાથે ખુલ્લેઆમ પ્રણયફાગ ખેલવા માટે કરેલા કૃત્યથી સમગ્ર રાજકોટમાં જયશ્રી પર ચારેતરફથી ફિટકાર વરસી રહ્યો છે. પોતાના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી જતાં અને આ કેસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જયશ્રી પોતાના પ્રેમી મયૂર સાથે ભાગી ગઈ છે. બીજી તરફ પરિવારે જો તેમને ન્યાય ન મળેતો જાહેરમાં આત્મવિલોપન કરી લેવાની ચિમકી ઉચ્ચારતાં ભારે હોબાળો મચી ગયો છે.

2

આ અંગેની વિગત એવી છે કે, જયશ્રી ગોહેલના છેલ્લા બે વર્ષથી મયુર પરમાર સાથે લગ્નેત્તર સંબંધ છે. તે શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી, ત્યારે મયુર તેના પરિચયમાં આવ્યો હતો. પોતે બે દીકરીઓ અને એક દીકરાની માતા હોવા છતાં તેણે મયુર સાથે સંબંધો આગળ વધાર્યા હતા અને તે સેક્સ સંબંધો સુધી પહોંચ્યા હતા. જોકે, ખુલ્લેઆમ ફરવામાં અને મુલાકાતો કરવામાં તકલીફ પડતી હોવાથી જયશ્રીએ મયુર સાથે મળીને એક પ્લાન ઘડી કાઢ્યો હતો.

3

જયશ્રીની દીકરીએ વોચ રાખતાં મયુર અને જયશ્રીના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે દીકરીએ પોતાના પિતાને જાણ કરતાં તેમણે સગાઈ ફોક કરી નાંખી હતી. જોકે, આ પછી પણ મયુર અને જયશ્રીના સંબંધોનો અંત આવ્યો નહોતો. જયશ્રીએ તો પ્રેમી સાથે જવા માટે પતિ પાસે છૂટાછેડા પણ માગ્યા હતા. ગત 19મી ઓક્ટોબરે તે તેને વકીલ પાસે લઈ ગઈ હતી. ત્યારે તેની નાની દીકરી પણ તેની સાથે હતી. જ્યાં મયુર આવી પહોંચ્યો હતો અને મયુરે પહેલા જયશ્રીના પતિ કિશોરને અને પછી સાળીને માર માર્યો હતો. તેમજ છૂટાછેડા આપવાની ધમકી આપી હતી.

4

વકીલને ત્યાંથી ઘરે ગયા પછી જયશ્રી ફરીથી પ્રેમી મયુર સાથે ભાગી ગઈ હતી. તેમજ અત્યારે પણ મયુર સાથે હોવાનું તેનો પતિ જણાવી રહ્યો છે. પત્નીના અનૈતિક સંબંધને લઈને પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરભાઈનું કહેવું છે કે, તેમની પત્ની અગાઉ પણ ત્રણ વખત મયુર સાથે ભાગી ગઈ છે અને તેને જયશ્રી સાથે અનૈતિ સંબંધો છે. જયશ્રીએ તેની પાસે છૂટાછેડા પણ માગ્યા છે.

5

આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. મયુર સાથે જે યુવતીની સગાઈ કરવામાં આવી હતી, તેના બીજે લગ્ન કરી દેવામાં આવ્યા છે. જોકે, જયશ્રીના પતિની ફરિયાદ છે કે, તે હવે નાની દીકરીને પણ રંજાડી શકે છે. આથી તેમને ઝડપથી ન્યાય આપવામાં આવે, નહીંતર તેઓ જાહેરમાં આત્મવિલોપન કરશે.

6

આ પ્લાન પ્રમાણે જયશ્રીએ પોતાની મોટી દીકરી સાથે પતિની ઇચ્છા વિરુદ્ધ સગાઈ કરી નાંખી હતી. સગાઇના ખાલી દસ દિવસ પછી જમાઇ બની ગયેલા મયુર સાથે ફરવા ચાલી ગઈ હતી. એટલું જ નહીં, સગાઈ પછી મયુર પણ સાસરીમાં અવાર-નવાર આવતો હતો. દરમિયાન તે જયશ્રી સાથે છૂટછાટ લેવા લાગ્યો હતો. જયશ્રીની દીકરીને શરૂઆતમાં થોડું અજુગતું લાગ્યું હતું. પરંતુ તેણે આ વાતને ઇગ્નોર કરી હતી. પરંતુ વારંવાર આવું બનવા લાગતાં તેણે મયુર અને મમ્મીના સંબંધ અંગે તપાસ શરૂ કરી હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ વાસનાંધ જયશ્રીએ પ્રેમી સાથે ખુલ્લેઆમ પ્રણયફાગ ખેલવાં શું ઘડ્યો હતો પ્લાન? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.