દીવમાં પતિની નજર સામે જ જેઠે યુવતી પર ગુજાર્યો બળાત્કાર, જાણો શું છે વિગત?
આ ઘટના ગત 17મી મેના રોજ બની હતી. પરણીતા પર જેઠે દીવના કિલ્લા નજીક રાત્રિના સમયે કાર પાર્કિંગ કરી કેફી પીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા યુવતીએ દીવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, તેઓ કાર લઈને ફરવા ગયા હતા. દરમિયાન યુવતીના જેઠે તેના પતિને દારૂ પીવડાવ્યો હતો. તેનો પતિ દારૂના નશામાં આવી ગયા પછી કારમાં જ તેની જ હાજરીમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પીડિતા યુવતીએ ફરિયાદ કરતાં આરોપી જેઠની ધરપકડ કરવામાં આવી છે.
દીવઃ મોરબીનું એક યુવક પોતાના મોટાભાઈ અને પત્ની સાથે દીવ ફરવા ગયો હતો. ત્યારે યુવતી પર તેના જેઠે પતિની નજર સામે જ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કાર પીડિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.