ભાજપ પણ ખોડલધામના શરણે, ભાજપના ક્યા બે ટોચના નેતા નરેશ પટેલને મળવા પહોંચ્યા? મા ખોડલ પાસે શું માંગ્યા આશિર્વાદ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કાગવડ ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતાં. 2019ની ચૂંટણીમાં ભાજપ ફરીથી કેન્દ્રમાં આવશે અને નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તેવા આશિર્વાદ મળ્યા તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન ચાલી રહ્યું છે જેના કારણે ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે હવે ભાજપના નેતાઓ ખોડલધામના શરણે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભુપેન્દ્ર યાદવ અને જીતુ વાઘાણી આજે નરેશ પટેલને મળ્યા હતાં. જ્યારે ખોડલધામ મંદિના દર્શન પણ કર્યા હતાં જ્યાં જીતુ વાઘાણીએ આશિર્વાદ પણ લીધા હતાં.
પોરબંદર સીટની સમીક્ષા કરવા માટે ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને જીતુ વાઘાણી ધોરાજી જઈ રહ્યા હતા તે દરમિયાન ખોડલધામ મંદિર રસ્તામાં આવતાં તેઓ દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતાં જ્યાં ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવે ખોડલધામના ટ્રસ્ટના સુપ્રીમો નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
રાજકોટ: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે ત્યારે ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી આજે કાગવડ ખોડલધામ મંદિરના દર્શને પહોંચ્યા હતાં જ્યાં નરેશ પટેલને મળ્યા હતાં. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપ ખોડલધામના શરણે પહોંચ્યું હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -