પૃથ્વી શૉ રાજકોટમાં ડેબ્યૂ કરનારો ભારતનો બીજો ક્રિકેટર, આ ખેલાડીએ સૌથી પહેલા કર્યું હતું ડેબ્યૂ
શૉ પહેલા 2017માં મોહમ્મદ સિરાઝે T20 મેચમાં રાજકોટમાં ડેબ્યૂ કર્યું હતું. રાજકોટમાં ડેબ્યૂ કરનારો તે ભારતનો પ્રથમ ક્રિકેટર હતો.
રાજકોટઃ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારત તરફથી પૃથ્વી શૉ અને વેસ્ટ ઈન્ડિઝ તરફથી લુઈસે ડેબ્યૂ કર્યું છે. પૃથ્વી રાજકોટમાં ઈન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો ભારતનો બીજો ક્રિકેટર છે. પૃથ્વી શૉએ લોકેશ રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનારો ચોથો સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. શૉએ 18 વર્ષ અને 329 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું છે. જ્યારે સચિન તેંડુલકર માત્ર 16 વર્ષની વયે ભારત તરફથી ડેબ્યૂ કરનારો સૌથી યુવા ક્રિકેટર હતો. આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.
2013માં ઓસ્ટ્રેલિયાના નીક મેડિસને 2013માં T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી શેરમન લુઈસે પણ આજની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આમ રાજકોટના મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંનેની ટીમમાં એક-એક ખેલાડીએ ડેબ્યૂ કર્યું હોય તેવી ઘટના પ્રથમ વખત બની હતી.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ડેબ્યૂ કરનારો સૌ પ્રથમ ક્રિકેટર ઈંગ્લેન્ડનો જો રૂટ હતો. તેણે 2013માં આ મેદાન પર રમાયેલી વનડે દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
ઈંગ્લેન્ડનો હસીબ હમીદ રાજકોટમાં ડેબ્યૂ કરનારો ત્રીજો ક્રિકેટર હતો. તેણે 2016માં ભારત સામે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું.