✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 12:47 PM (IST)
રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત
1

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.

2

ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

3

ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલાં તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

4

નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે.

5

પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા રાજીનામાં પાછળ કોઈ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામું આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેની હું નિંદા કરું છું.

6

રાજકોટ: બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.