ભાજપના ક્યાં ટોચના મંત્રીએ કર્યું એલાન, મારા સમાજને ન્યાય નહીં મળે તો છોડી દઈશ સત્તા
ત્રણ દિવસ પહેલા વીંછીયા ગામે વેપારી જસદણ રોડ પર નવા બનતાં શોપિંગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠાં હતાં. તે સમયે અચાનક બોટાદ તરફથી એક કાર આવી હતી. કારમાંથી ત્રણ-ચાર અજાણ્યા શખ્યો પૈકીના એક શખ્સે વેપારી પર પર ફાયરિંગ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેપારી પર ફાયરિંગ મામલે વીંછીયાના નવા બસ સ્ટેન્ડમાં સંમેલન યોજાયું હતું જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોધરા, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં. આ ઉપરાંત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
મહત્વની વાત એ છે કે વેપારી પર ફાયરિંગ મામલે ન્યાય અપાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવ્યા છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજીઆત કરીશું. જો ન્યાય માટે સત્તા છોડવી પડશે તો હું સત્તા પણ છોડવા માટે તૈયાર છું. હું સમાજ સાથે જ છું. મારા સમાજને ન્યાય નહીં મળે તો હું સત્તા છોડી દઈશ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં.
રાજકોટ: વીંછીયા ગામમાં ત્રણ દિવસ પહેલા જુની અદાવતમાં વેપારી પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વીંછીયા ગામના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આજે મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી સજાની માંગ કરવામાં આવી છે. આ મામલે કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -