✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટ સિવિલમાં ડોક્ટરે ડોક્ટર યુવતી સાથે રાત્રે વોર્ડમાં જ માણ્યું સેક્સ, પછી શું કર્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2018 09:48 AM (IST)
1

શનિવારને તા.22ના રોજ મહિલા તબીબ અને તેના પિતા પ્ર.નગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કાતરિયા સહિતના સ્ટાફે આરોપી ડો.સચિનસિંઘ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે ડો.સચિનસિંઘનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું.

2

ડો.સચિનસિંઘના કૃત્યથી સ્તબ્ધ બની ગયેલા મહિલા તબીબે આ અંગે તા.2ને સાતમને દિવસે આ અંગે મેડિકલ કોલેજના સર્જરી વિભાગના એચઓડી સમક્ષ સિનિયર તબીબે કરેલા દુષ્કર્મ અંગે લેખિત રાવ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ તા.3ને આઠમને દિવસે મેડિકલ કોલેજમાં 10 તબીબોની બેઠક મળી હતી, જેમાં આરોપી સચિનકુમારસિંઘે ગુનાની મૌખિક કબૂલાત આપતા ડો.સચિનસિંઘને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયો હતો, અને હોસ્ટેલમાંથી પણ રવાના કરી દેવામાં આવ્યો હતો. તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા બાદ મહિલા તબીબ અને તેના પિતાને પોલીસ ફરિયાદ નોંધાવવી હોય તો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

3

રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડોક્ટર યુવતીએ શનિવારે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં તેના સિનિયર ડોક્ટર એવા યુપીના વતની અને અમદાવાદ નિકોલમાં રહેતા સચિનસિંઘ સંતોષકુમારસિંઘ (ઉ.વ.28) સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30ના રાત્રીના પોતે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતા અને ડોક્ટર રૂમમાં હતા ત્યારે તેનો સિનિયર ડોક્ટર સચિનકુમારસિંઘ ધસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ બાદ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

4

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં સીનિયર ડોક્ટરે જૂનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ સચિનસિંઘ નામના ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે મહિલા તબીબે શનિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટ સિવિલમાં ડોક્ટરે ડોક્ટર યુવતી સાથે રાત્રે વોર્ડમાં જ માણ્યું સેક્સ, પછી શું કર્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.