ખોડલધામમાં નેરશ પટેલે ચૂંટણી લડવા અંગે શું કરી મોટી જાહેરાત? જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, નરેશભાઇ કોંગ્રેસમાં જોડાઇ તો અમે સાથે મળી સારૂ પરિણામ લાવીશું પણ ખોડલધામ પ્રમખ પરેશ ગજેરાએ નરેશ પટેલ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરતા જ રાજકીય ચર્ચાનો અંત આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમેદવારો સુમેળભર્યા વાતાવરણમાં ચૂંટણી લડે તેમજ ચૂંટણી પૂર્ણ થઇ જાય ત્યારે પણ પટેલ સમાજના લોકોનું સંગઠન મજબૂત ટકાવી રાખવા સર્વ સહમતી સધાઇ રહે તેવો હેતુ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠક બાદ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ બેઠક કોઇ રાજકીય પક્ષના ટેકા માટે ન હતી. પરંતુ બંને પક્ષોમાં ચૂંટણી વેળાએ લેઉવા પટેલ ઉમેદવારોના લેઉવા પટેલ કાર્યકરો વચ્ચે વૈમનસ્ય ન થાય.
બેઠક બાદ પાટીદારોમાં સંવાદીતા જળવાઇ રહે તેવા સૂર સાથે હાજર સૌ સહમત થયા હતા. ચૂંટણી આવે અને જતી રહે પણ પટેલ સમાજની એકતા તૂટવી ન જોઇએ તેવો મત બંધાયો હતો.
બેઠકમાં નરેશ પટેલ, રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિત કોંગ્રેસના પણ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. જેનો ઉદેશ એ હતો કે, ચૂંટણીને લઇને સમાજની એકતા તૂટવી ન જોઇએ.
જેતપુર: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામમાં શનિવારે સમાજના ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, નરેશ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. નરેશ પટેલ કે તેનો પરિવાર રાજકારણમાં આવવા ઇચ્છતો નથી. આવી જાહેરાત સાથે જ તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -