રાજકોટઃ લવ મેરેજ કરનારી પટેલ યુવતીએ દરબાર પતિને છોડી બોયફ્રેન્ડ સાથે રહેવા માંડ્યું, જાણો શું આવ્યો અંજામ?
રાજકોટઃ રાજકોટમાં પહેલાં દરબાર યુવાન સાથે લવ મેરેજ કરનારી અને પછી તેને છોડીને પટેલ યુવાન સાથે રહેતી 25 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ યુવતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીને તેનો બોયફ્રેન્ડ ગાયબ થઈ ગયો હતો. કરૂણતા એ છે કે યુવતીના શબને સ્વીતારવા કોઈ તૈયાર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષાના મોતની જાણ થતાં પોલીસે તપાસ કરતાં ગૌતમ તેના ખોડિયારનગરના સરનામે મળ્યો નહોતો. વર્ષાના પતિ અજયસિંહનો પણ પત્તો મળ્યો નહોતો. વર્ષાના એક ભાઇનો પત્તો પોલીસે મેળવ્યો હતો પરંતુ તેણે વર્ષોથી બહેન સાથે કોઇ જ વ્યવહાર નહિ હોવાનું કહી મૃતદેહ સ્વીકારવાની ના કહી દીધી હતી.
દરમિયાનમાં પોલીસને જાણ થતાં એ-ડિવીઝનના ભરતભાઇ મહેતા અને અજીતભાઇ ડાભી નિવેદન લેવા પહોંચ્યા હતાં પણ વર્ષા બેભાન હતી તેથી નિવેદન નહોતું લઈ શકાયું. પોલીસે એ વખતે ગૌતમ સાથે વાત કરી હતી. બીજી તરફ સારવાર દરમિયાન વર્ષાએ દમ તોડી દેતાં ગૌતમ પોસ્ટ મોર્ટમ રૂમ સુધી લાશ મૂકીને નીકળી ગયો હતો.
કોઠારીયા રોડ નંદા હોલ પાસે ખોડિયારનગર-2માં રહેતી વર્ષાએ ગત સાંજે છ વાગ્યે કોઠારીયા નાકા મામા સાહેબની જગ્યા નજીક ઝેર પી લીધું હતું. કોઇએ વર્ષાના ફોનમાંથી જાણ કરતાં ગૌતમ પટેલ દોડી આવ્યો હતો અને પહેલાં તેને ખાનગીમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દોઢેક વર્ષથી વર્ષા પતિ અજયસિંહને છોડીને ગૌતમ સાથે રહેતી હતી. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેને સંતાનોની યાદ આવતાં અને જિંદગીથી કંટાળી જતાં આ પગલુ ભર્યાનું પોલીસે ગૌતમ સાથેની વાતચીતમાંથી તારણ કાઢ્યું હતું. જો કે ગૌતમે ફોન બંધ કરી દેતાં તે શંકાના દાયરામાં છે.
આ ઘટનાની વિગત એવી છે કે વર્ષા પટેલ નામની યુવતીએ આઠ વર્ષ પહેલાં પરિવારજનોની ઇચ્છા વિરૂધ્ધ દરબાર યુવાન અજયસિંહ વાઘેલા સાથે લવમેરેજ કર્યાં હતાં. આ લગ્નથી ત્રણ સંતાનની માતા બનનાર વર્ષા દોઢેક વર્ષથી પતિને છોડી ચૂકી હતી અને ગૌતમ દામજીભાઇ પટેલ નામના યુવાન સાથે મિત્રતા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -