રાજકોટઃ પ્રેમી યુવક-યુવતી ફરવા ગયેલાં ને આજી ડેમમાં નહાવા પડ્યાં, પછી શું થયું?
શનિવારે બપોરે કાજલ અને તેનો પ્રેમી સાગર આજી ડેમે નહાવા ગયા હતા અને ધોમધખતાં તાપમાં ડેમના પાણીની મોજ માણતી વખતે બંને અચાનક જ ડૂબી ગયા હતા. કાજલની માતાએ પણ પ્રેમલગ્ન કર્યા હતા અને કાજલના પિતાએ દશ વર્ષ પૂર્વે આપઘાત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજલને છેલ્લા બે વર્ષથી ચુનારાવાડમાં રહેતા સાગર નરશીભાઇ બારૈયા (ઉ.વ.20) સાથે પ્રેમસંબંધ હતો અને બંનેના પ્રેમની પરિવારજનોને જાણ હતી. પ્રેમીયુગલ એકબીજાના ઘરે જતું હતું અને ફરવા પણ જતાં હતા. બંનેના પરિવારને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો ને બંને લગ્ન કરશે એ નક્કી હતું.
મૃતક યુવતીની ઓળખ રાજમોતી પાસેના મયૂરનગરમાં રહેતી છાયા વલ્લભભાઇ ચૌહાણ (ઉ.વ.18) તરીકે થતાં તેના પરિવારને જાણ કરાઈ હતી. તરત જ તેના પરિવારજનો ડેમ પર પહોંચ્યા હતા અને યુવતીની સાથે સાગર નામનો યુવક પણ હોવાનું કહેતા ફાયરબ્રિગેડના સ્ટાફે સાગરની શોધખોળ પાણીમાં શરૂ કરી હતી.
આજી ડેમમાં માંડાડુંગર તરફ પાણીમાં લાશ તરી રહ્યાની જાણ આજી ડેમ પોલીસને કરાતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. ફાયરબ્રિગેડને પણ જાણ કરાતાં ફાયરબ્રિગેડના જુવાનો પણ પહોંચ્યા હતા. તેમણે ડેમના પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી.
જોકે, ગઈ કાલે યુવકની લાશ નહોતી મળી. ફાયર બ્રિગેડે તપાસ ચાલુ રાખતાં 15 કલાકની જહેમત બાદ યુવકની લાશ મળી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, મયૂરનગરમાં રહેતી છાંયા ચૌહાણ ચાર બહેનમાં બીજા નંબરની હતી અને તે તેની માતા સાથે કેટરિંગમાં કામ કરતી હતી.
રાજકોટ: રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતું એક પ્રેમી યુગલ શનિવારે બપોરે ફરવા ગયું હતું. બંને આજી ડેમે નહાવા ગયાં હતાં અને ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. ગઈકાલે ફાયરબ્રિગેડના જવાનોએ યુવતીની લાશ બહાર કાઢી હતી, જ્યારે આજે સવારે યુવકની પણ લાશ મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -