દ્વારકા: ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, કલાકારો પર ડોલ ભરીને રૂપિયા ઠાલવતાં લોકો થયાં સ્તબ્ધ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હતું. લાખો રૂપિયાના વરસાદ થયો હતો.
આ લોક ડાયરામાં રાજભા ગઢવીનાં ભજન પર પૈસાનો વરસાદ વરસ્યો હતો. લોકો ડોલ ભરી ભરીને રાજભા ગઢવી પર ઢાલવી રહ્યા હતા.
જે સપ્તાહ દરમિયાન લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર રાજભા ગઢવી અને સંગીતા લાબડીયાએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનાં લાંબા ગામમાં એક અનોખો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. મુખ્ય યજમાન ચેતરિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોલ ભરીને ઠાલવવામાં આવેલ રૂપિયાના દ્રશ્યો જોઈ ડાયરામાં ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. કલાકાર રૂપિયાના ઢગલામાં દટાઈ ગયા હતા.
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે ભાગવત સપ્તાહમાં યોજાયેલ એક ડાયરાના કાર્યક્રમમાં પૈસાનો વરસાદ નહીં પણ ડોલ ભરી ભરીને કલાકાર પર ઠાલવ્યા હતાં. ડોલ ભરીને રૂપિયા ભજનીક પર ઠાલવવામાં આવ્યા હતાં. જે જોઈને સૌ કોઈ સ્તંબ્ધ થઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -