જૂનાગઢના બિલખા નજીક મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
આ ઘટનાના પગલે બિલખા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ કે.કે.ઓડેદરા અને સ્ટાફ માંડણપરાનાં પાટીયા નજીક આવેલા હનુમાન મંદિરે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમજ મહંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. જો કે મહંતની હત્યા કોણે અને કયાં કારણોસર કરી તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ: જૂનાગઢના બિલખા નજીક મહંતની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બનાવને લઇને મંદિરના શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને રોષની લાગણી જોવા મળી રહી છે.
બનાવની મળતી વિગત મુજબ બિલખા-જૂનાગઢ રોડ ઉપર હનુમાનજીનું મંદિરના મહંત ક્રિષ્નાનંદ બાપુની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અહીં વર્ષોથી ક્રિષ્નાનંદ બાપુ વર્ષોથી સેવા કરે છે ત્યારે આજે બપોરનાં કોઇ સમયે અજાણ્યા કોઇ શખ્સોએ તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી મહંતની હત્યા કરી નાસી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -